કોરોના વાઈરાસનો કહેર વધતા હોટલો વાળા 90% લોકોએ પારસલ આપવાનું વધારે કરી નાખું છે. ત્યાં બેસીને જમવાનું બંધ કરી દીધું છે અને આ બનતા ઝોમેટો(Zomato) અને સ્વિગી(Swiggy) ખુબ જ ફાયદો થયો છે. આ બંને કંપનીઓ બધાના ઓડર મુજબ ફાસ્ટ-ફૂડ અથવા જમવાનું હોમ ડિલેવરી કરે છે. મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના વધી રહેલી સંખ્યાને જોતા રાજ્ય સરકારે નાઇટ કરફ્યુ આંશિક લોકડાઉન જેવી સ્થિતિ આવી છે.
મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યુ છે કે બુધવારથી રાત્રે 8 વાગ્યાથી નાઇટ કરફ્યુ લાગી જશે. આ દરમિયાન ફક્ત જરૂરી સેવાઓ અને વસ્તુઓ લાવવા દેવાની છુટ આપવામાં આવળે. તમામ હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થઇ જશે. સમગ્ર રાજ્યમાં ફૂડ ડિલેવરીને મંજુરી આપવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારના નાઇટ કરફ્યુથી ઝોમેટોને કદાચ સમજમાં ન આવ્યુ કે ખરેખર કરે શું?
આથી નાઇટ કરફ્યુને લઇને Zomatoના કો-ફાઉન્ડર અને CEO દીપિંદર ગોયલ તેની કટ્ટર પ્રતિસ્પર્ધી કંપની Swiggy પર ભડક્યા આક્રોશ ઠલવતા એક ટીવટ પણ કરી દીધુ. Zomato મુંબઈમાં નાઇટ કરફ્યુમાં રાત્રે 8 વાગ્યા પછી ડિલેવરી આપવા તૈયાર છે. જો કે અમે એવુ નહી કરી શકીએ. કેમકે અમે કાયદાનું પાલન કરીશુ.
Thank you. Mumbai, we are on tomorrow. We have received the notice at 9:54pm. @swiggy_in – I am sorry, had no other choice. I love you ❤️ https://t.co/LbPMNRJL2i
— Deepinder Goyal (@deepigoyal) April 14, 2021
અમે જોઇ રહ્યા છીએ કે અમારા સ્પર્ધક રાત્રે 8 વાગ્યા પછી પણ ડિલેવરી કરી રહ્યા છે. હું મુંબઈ પોલીસને અપીલ કરીશ કે આ મામલે સફાઇ આપે. આ વાતને લઇને સ્વિગીએ તો કઇ ન કહ્યુ પણ મુંબઇ પોલીસે તાત્કાલીક જવાબ આપ્યો. મંબઇ પોલીસે લખ્યુ કે મહેરબાની કરીને સરકારનું નોટિફિકેશન તો વાંચો. હોમ ડિલેવરીની મંજુરી આપવામાં આવી છે.
જેના માટે કોઇ સમય સીમા નક્કી કરવામાં આવી નથી. ત્યારબાદ Zomatoને ભૂલ સમજાઇ અને માફી માંગી લીધી. પરંતુ આ મામલો હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. Zomatoની મજાક ઉડી રહી છે. કોઇએ લખ્યુ કે લીગલ ટીમને નોકરીમાંથી કાઢી દો. તો કોઇએ કહ્યુ Zomato નાના સ્કુલના બાળકની જેમ Swiggyની ફરીયાદમાંથી ઉચુ નથી આવતુ. આમ હાલ ઝોમેટો વાળાની સોશિયલ મીડિયા પર ખુબ મજાક ઉડી રહી છે.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…