ભારતમાં વાસ્તુશાસ્ત્રને ઘણું મહત્વ આપવામાં આવેલું છે. એવી માન્યતા છે કે ઘરમાં જયારે વાસ્તુ સારું હોય છે તો એ પરિવારમાં ખુશહાલી લાવે છે. પરંતુ જો વાસ્તુ ઠીક ના હોય તો એવામાં દુર્ભાગ્ય અને ગરીબી આવે છે. આ લેખમાં આજે અમે ધન સાથે જોડાયેલ સમસ્યાઓથી છુટકારો મેળવવાનો સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છે. જો કે અગાઉ માટીના વાસણોમાં ભોજન કરવામાં આવતું હતું પરંતુ સમય જતાં ઘણા ફેરફારો થયા છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ, તમારા રસોડામાં વપરાતા માટીના વાસણો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે, એક તરફ, આને લીધે તમારી સંપત્તિમાં વૃદ્ધિ થશે અને સમૃદ્ધિ રહેશે. પહેલાંના સમયમાં ઘરોમાં માટીના વાસણમાં ખોરાક રાંધતો અને ખવાતો હતો. તેનાથી તબિયત સારી રહે છે.
તેમજ શાસ્ત્રોમાં માટીકામ ખૂબ પવિત્ર અને શુભ માનવામાં આવ્યું છે. આજે, ભલે માટીના વાસણોમાં ખાવામાં આવતું નથી પરંતુ, તેનો ઉપયોગ હજી ઘણા ખાસ પ્રસંગોએ થાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ભગવાનની માત્ર માટીની મૂર્તિ રાખવી જોઈએ. આને કારણે, ઘરમાં સમૃદ્ધિ મળશે.
આવી સ્થિતિમાં, તમારે તમારા રસોડામાં કયા પ્રકારનાં વાસણો હોવા જોઈએ તે પણ જાણવું જોઈએ. ઉપરાંત, માટીના વાસણોની તમારા પર ઘર પર કેવી અસર થાય છે. માટીના વાસણ ખરાબ નજરથી બચાવે છે. એટલે કે, આ વાસણો ઘરે રાખવાથી ખરાબ નજરની અસર ઓછી થશે. આ વાસણો જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે. તેની સાથે, તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહેશે.
રસોડામાં જે વાસણો રાખવામાં આવ્યા છે તે તૂટેલા ન હોવા જોઇએ, આવા વાસણો રસોડમાં ન રાખો. એવા વાસણ રાખો કે જેમા ઢાંકણ હોવું જરૂરી છે. ઘણીવાર લગ્ન પ્રસંગે પૂજામાં ઉપયોગ કરવામાં આવતા વાસણની માટી લાવવામાં આવે છે. તેનું કારણ એ છે કે તેને શુભ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ સારા કામ માટે કરવામાં આવે છે.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…