લસણનાં ફોતરાં તમે ફેંકી દયો છો? એકવાર જરૂરથી વાંચો આ લેખ, નહીંતર

556
Published on: 5:53 pm, Wed, 22 September 21

લસણ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે, હૃદયરોગનાં દર્દીઓ માટે લસણ એક વરદાન સ્વરૂપ માનવામાં આવે છે. શાક બનાવવા માટે ઘણા લોકો લસણનો ઉપયોગ કરે છે. તેના પોષક અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણધર્મોને લીધે, રોગપ્રતિકારક શક્તિ રોગોથી રક્ષણ આપે છે.

ફિટ અને બરાબર રહેવા માટે, નિષ્ણાતો ખાસ કરીને દરરોજ 3-4 લસણની કળીઓ ખાવાની સલાહ આપે છે. તમને જણાવી દઇએ કે, દરેક વ્યક્તિ લસણના ફોતરાં એટલે કે તેના ઉપરના ફોતરા કાઢી નાખે છે અને તેના છાલને નકામી સમજીને ફેંકી દે છે.

પરંતુ હકીકતમાં, લસણની જેમ તેના ફોંતરા પણ ખૂબ અસરકારક છે. સૂપ કે સ્ટોક બનાવતા સમયે વધુ પોષણ માટે તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ સાથે જ સૂપનો વધુુ સ્વાદ આવે છે. બાદમાં તેને બહાર નીકાળી દો. જો તમને શરીરમાં ખંજવાળ પરેશાન કરે છે,

તો લસણના એન્ટી ફંગલ લુણ તેને એથલીટ ફુટ સહિત ખંજવાળ વાળી સમ્સ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે. રાહત માટે શરીર પર લસણનું પાણી લગાવો. વાળ માટે લસણના ફોતરા ફાયદાકારક છે. તેને પાણીમાં ઉકાળીને વાળમાં લગાવવામાં આવે તો, વાળની સમસ્યાઓ દૂર થાય છે.

શરદી અને ખાંસીની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તેને પાણીમાં ઉકાળી અને તે પાણીનું સેવન કરો. તમને તેના ઉપયોગથી જલ્દી રાહત મળશે. જો તમે મસલ્સના દુખાવાથી પરેશાન થઇ રહ્યા છો તો લસણના ફોતરાને બરાબર ધોઇ 10-20 મિનિટ સુધી ઉકાળો, મસલ્સના દુખાવાને દૂર કરવા માટે તેને બહાર નીકાળી ચાની જેમ પીઓ.

કેટલાક લોકો પગના સોજાને કારણે ઘણા પરેશાન રહેતા હોય છે. એવા લોકો માટે લસણના ફોતરા એ કારગર સાબિત થઇ શકે છે. લસણના ફોતરાને પાણીમાં ઉકાળી પગમાં થોડીવાર તેને રાખશો તો તમને રાહત મળશે. આથી જો તમે લસણના ફોતરાં ફેંકી દેતાં હોય તો હવે એકવાર જરૂર કરજો આ વસ્તુ ટ્રાય.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…