નવરાત્રીમાં કરો આ પાંચ મંત્રોનો જાપ – માં અંબાની અસીમ કૃપાથી ખુલી જશે ભાગ્યના દરવાજા, થશે ધન પ્રાપ્તિ

208
Published on: 12:15 pm, Wed, 6 October 21

લોકો નવરાત્રીમાં માતાની પૂજા કરીને તેમને રાજી કરવા માટે કઈ પણ કરતા હોય છે. માતા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે. તેમની પૂજા નવરાત્રિના ત્રીજા દિવસે કરવામાં આવે છે. અસુરોના વિનાશ માટે માતા દુર્ગાથી દેવી ચંદ્રઘંટા તૃતીય સ્વરૂપમાં પ્રગટ થયા હતા. દેવી ચંદ્રઘંટાને ભયંકર દૈત્ય સેનાનો સંહાર કરીને દેવતાઓને તેમનો હક અપાવ્યો હતો. માતા દુર્ગાનું જ એક શક્તિરૂપ સ્વરૂપ ચંદ્રઘંટા દેવીનું છે. જે સંપૂર્ણ જગની પીડાનો નાશ કરે છે. દેવી ચંદ્રઘંટાની પૂજા કરવાથી ભક્તોને વાંછિત ફળ મળે છે. એટલા માટે જ ત્રીજા દિવસની પૂજાને વધારે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

સોનાની જેમ ક્રાંતિવાન દેવી ચંદ્રઘંટાનું શરીર છે. તેમના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે, એટલા માટે તેમને ચંદ્રઘંટા તરીકે ઓળખવામાં આવે છે. તેમની દસ ભુજાઓ છે અને દસેય ભુજાઓમાં અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરેલા છે. દેવીના હાથોમાં કમળ, ધનુષ-બાણ, કમંડળ, તલવાર, ત્રિશૂળ અને ગદા જેવા અસ્ત્ર ધારણ કર્યા છે. તેમના કંઠમાં સફેદ પુષ્પની માળા અને રત્નજડિત મુગટ શીર્ષ પર વિદ્યમાન છે. ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણકારી દેવી ચંદ્રઘંટા છે. આજે તેમની પૂજા તેમના રૂપ અને ગુણો પ્રમાણે કરવામાં આવે છે.

દેવી ચંદ્રઘંટા શક્તિની પૂજા અને સાધના કરવાથી મણિપુર ચંદ્ર જાગૃત થાય છે. તેમની પૂજા કરવાથી વીરતા-નિર્ભયતાની સાથે જ સૌભાગ્ય તથા વિનમ્રતાનો વિકાસ થાય છે. તેમની પૂજાથી મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં ક્રાંતિમાં વધારો થવા લાગે છે. સ્વર દિવ્ય અને મધુર થવા લાગે છે. માતા ચંદ્રઘંટાની પૂજા કરનારાઓને શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે. માતા ચંદ્રઘંટાની કૃપાથી દરેક પ્રકારના પાપ અને બધા પ્રકારની બાધાઓ દૂર થાય છે. ભક્તોના કષ્ટોનું નિવારણ પણ ઝડપથી થાય છે. દેવી ચંદ્રઘંટાની કૃપાથી પરાક્રમમાં વધારો થાય છે.

માતાને સુગંધ પ્રિય છે. તેમનું વાહન સિંહ છે. તેમની પૂજાથી અહંકાર દૂર થાય છે.

સરળ મંત્ર:
ॐ एं ह्रीं क्लीं चंद्रघंटायै नम:

માતા ચંદ્રઘંટાનો ઉપાસના મંત્ર:
पिण्डजप्रवरारूढा चण्डकोपास्त्रकैर्युता।
प्रसादं तनुते मह्यं चंद्रघण्टेति विश्रुता।।

મહામંત્ર:
‘या देवी सर्वभूतेषु मां चंद्रघंटा रूपेण संस्थिता
नमस्तस्यै नसस्तस्यै नमस्तस्यै नमो नम:’

માતા ચંદ્રઘંટાનો બીજ મંત્ર:
‘ऐं श्रीं शक्तयै नम:’

સરળ મંત્ર- :
ॐ एं ह्रीं क्लीं

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…