એવું કહેવામાં આવે છે કે ગુરુવારે વિષ્ણુની પુજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ ઉપર વિષ્ણુજીની કૃપા હોય, તેમણે ક્યારેય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે વિષ્ણુજીના ભક્તો શ્રદ્ધા સાથે તેમની પુજા કરતા હોય છે.
વિષ્ણુજીના કૃપાથી વ્યક્તિ એક સુખમય જીવન જીવે છે અને સતત સફળતાઓ મેળવતો રહે છે. શું તમને ખબર છે કે વિષ્ણુજીને ખુશ કરવા તેમણે એક ખાસ ફૂલ ચઢાવવામાં આવે છે, અને તે ફૂલથી પુજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થઈ જતા હોય છે, તો ચાલો જાણીએ.
એવું કહેવાય છે કે વિષ્ણુજીને કમળનું ફૂલ ખુબ પસંદ હોય છે. એટલા માટે તેમની પુજામાં કમળનો ફૂલનો ઉપયોગ કરવો જોઈએ. કહેવાય છે કે વિષ્ણુજીને કમળનું ફૂલ અર્પિત કરવાથી ભક્તોના જીવનમાં સરળતા રહે છે. તે વ્યક્તિ હંમેશાં તણાવતી બચે છે અને સરળતાથી પોતાના કાર્યોને પાર પાડે છે.
તેના સિવાય તમે વિષ્ણુજીને ચમેલીનું ફૂલ પણ અર્પિત કરી શકો છો. કહેવાય છે કે ચમેલીની ફૂલ અર્પિત કરવાથી વિષ્ણુજી પોતાના ભક્તનના જીવનમાં મધુરતા લાવે છે. તેના સિવાય વિષ્ણુજીને ગુરુવારના દિવસે પુજાના સમયે માલતી, ત્રિસંદિ અને કુંદનો ફૂલ અર્પિત કરવા જોઈએ. આ ફૂલોને પણ વિષ્ણુજીની પુજા માટે શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ ફૂલો ચઢાવવાથી વ્યક્તિના તમામ પાપ કાર્યોમાંથી છુટકારો મળે છે.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…