માં દુર્ગાનું ચોથું સ્વરૂપ છે માતા કુષ્માંડા, ચોથા નોરતે તેમની પૂજાથી ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

130
Published on: 10:16 am, Sat, 9 October 21

નવરાત્રિના 9 નોરતા દરમિયાન માં દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ત્યારે ચોથા દિવસે માતા દુર્ગાના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. પોતાના મરક મરક હાસ્યથી બ્રહ્માંડનું નિર્માણ કરનારા માતા કુષ્માંડા સૃષ્ટિનું આદિ સ્વરૂપ છે. કહેવાય છે કે, જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહતું અને ચારે બાજુ ઘનઘોર અંધારું હતું ત્યારે માતા કુષ્માંડાએ પોતાના હાથોથી આ સૃષ્ટિની રચના કરી હતી. અષ્ટભૂજા રૂપમમાં માતા કુષ્માંડાનું રૂપ આઠ દિશાઓ દર્શાવે છે.

શાસ્ત્રોમાં કહેવાયું છે કે, જે ક્ષમતા અન્ય દેવી દેવતાઓમાં નથી તે તમામ માતા કુષ્માંડામાં રહેલી છે. તેઓ સૂર્યલોકમાં વાસ કરે છે. આ ઉપરાંત માતા કુષ્માંડા અષ્ટભૂજા ધરાવે છે. તેમના સાત હાથોમાં ક્રમશ: કમંડળ, ધનુષ, બાણ, કમળ પુષ્પ, અમૃતપૂર્ણ કળશ, ચક્ર અને ગદા છે. તેમજ તેમના આઠમા હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓને આપનારી જપમાળા છે. એવી માન્યતા છે કે, માતા કુષ્માંડાની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે અને પરિવારને કલેહથી મુક્તિ પણ મળે છે.

સૌ પ્રથમ ઘરમાં કળશ સ્થાપના કરીને ગણપતિની પૂજા કરો. ત્યારબાદ માતાની સાથે અન્ય દેવી દેવતાઓની પણ પૂજા કરો. તેમની પૂજા બાદ દેવી કુષ્માંડાની પૂજા શરૂ કરો. સૌથી પહેલા હાથોમાં ફૂલ લઈને માતા કુષ્માંડાને પ્રણામ કરો. ત્યારબાદ પૂજન અને વ્રતનો સંકલ્પ લો અને વૈદિક રીતે સપ્તશતી મંત્રોથી માતા કુષ્માંડા સહિત સમસ્ત સ્થાપિત દેવતાઓની પૂજા કરો.

ત્યારબાદ ધૂપ દીપ, ફળ, પાન, દક્ષિણા, ચઢાવો અને મંત્રોપચારની સાથે પુષ્પાંજલિ અર્પણ કરો. પછી માતાને પ્રસાદ અર્પણ કરો અને આરતી કરો. ત્યારબાદ પરિવારના સભ્યો અને અન્ય લોકોને આ પ્રસાદ વહેંચી દો. આ ઉપરાંત, પુરાણોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે માતાના ચોથા સ્વરૂપને માલપુવા ખુબ ભાવે છે. ગ્રંથોમાં પણ કહેવાયું છે કે, માલપુઆનો ભોગ લગાવવાથી માતા પ્રસન્ન થાય છે અને મનુષ્યને તમામ કષ્ટો અને દુ:ખોથી મુક્તિ મળે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…