રક્ષક જ બન્યા ભક્ષક: રાત્રે રાજકોટ સિવિલ કોરોના વોર્ડમાં મહિલા સાથે કરી ‘છેડતી’, જાણો સમગ્ર ઘટના 

492
Published on: 5:07 am, Fri, 30 April 21

જ્યાં જોવો ત્યાં કોરોના કોરોના..! અત્યારે કોરોના મહામારીનો એટલો હાહાકાર મચી રહ્યો છે. જેમાં કોરોના થતાં બધા હોસ્પિટલમાં પોતાની સારવાર માટે જાય છે પરંતુ ત્યાં તો કંઈક અલગ જ બનતું હોય છે. કોરોનાથી વ્યાકૂળ દર્દીઓ જ્યાં પોતાની બિમારી દૂર કરવા આવે છે તે રાજકોટ સિવિલની કોવિડ હોસ્પિટલમાં હેવાનિયતભર્યા કિસ્સાએ સૌને ચોંકાવી દીધા છે.

રાજકોટના કોરોના વોર્ડમાં મહિલા દર્દી ઉપર રાત્રીના સમયે સિવિલના કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા અટેન્ડન્ટે બળાત્કાર ગુજારતા આ 55 વર્ષિય મહિલાએ સ્તબ્ધતા સાથે પરિવારજનોને જાણ કરતા આખરે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. દર્દીઓને દાખલ કરવાના કૌભાંડથી અત્યારે વિવાદમાં રહેલી સિવિલમાં આજે બહાર આવેલી ધૃણાસ્પદ ઘટનામાં લક્ષ્મીનગર વિસ્તારના મહિલા દર્દીએ આજે તેના પરિવારજનોને ફોન કરીને તેમની સાથે અજૂગતુ બન્યું હોવાની આપવિતી વર્ણવતા ‘મને અહીંથી લઈ જાવ, મને ઈન્જેક્શન આપી મારી નાખશે’.

તેવું જણાવતા તેના પરિવારજનો સિવિલ ખાતે દોડી આવ્યા હતા. મહિલા દર્દી રાત્રીના સમયે વોર્ડમાં હતા ત્યારે ત્યાં આવેલા અજાણ્યા શખસે તેના ઉપર બળજબરી કરી બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવતા પોલીસે નિવેદન લઈ આ કિસ્સામાં તેમની સાથેના વોર્ડના દર્દીઓ અને સ્ટાફની પૂછપરછ કરી હતી. પોલીસને આ બનાવમાં કોન્ટ્રાક્ટ ઉપરના કર્મચારી એટેન્ડેન્ટ હિતેષ ઝાલા ઉપર શંકા જતા તેની આગવીઢબે સરભરા કરતા અંતે બહાર આવેલી વિગતોના આધાર પોલીસે તેની વિરૂધ્ધ ગૂનો નોંધ્યો છે.

મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય ઓક્સિજનની જરૂર હતી, આ ગંભીર પરિસ્થિતિમાં સિવિલના સ્ટાફે તેની સંવેદનાપૂર્ણ સુશ્રાુષા કરવાના બદલે અહીં તેના ઉપર બળાત્કાર થતા લોકોમાં ફિટકારની લાગણી છવાઈ છે. રાજકોટ સિવિલ દ્વારા ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ- રાજકોટ સિવિલ અધિક્ષકે આ અંગે જણાવ્યું છે કે તંત્ર દ્વારા આ બાબતે ઘટનાનું સત્ય બહાર આવે તે માટે ઉચ્ચસ્તરીયા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…