લગ્નના ચાર દિવસમાં નવવધુએ ટુંકાવ્યું પોતાનું જીવન, મહેંદીનો રંગ ઉડે તે પહેલા જ ઉઠી અર્થી

456
Published on: 4:49 am, Sat, 1 May 21

કોરોના મહામારી વચ્ચે એવા-એવા બનાવો બને છે કે જાણીને આપણે એમ થય કે કુદરતી ઓનારતોની સાથે સાથે બીજા પણ ઘણા ઓનારતો બને છે. રાજકોટ શહેરમાં ચાર દિવસ પહેલાં જ પરણેલી માનસી સરવૈયા નામની પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે.

હાથોની મહેંદી સુકાય તે પૂર્વે જ નવોઢા એ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ઓમ નગર શેરી નંબર 2 માં રહેતી માનસી બેન ભાવિન ભાઈ સરવૈયા નામની 24 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ઉપરના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. ભાભીએ આપઘાત કરી લીધાની જાણ સૌપ્રથમ તેમના નણંદને થઈ હતી.

ભાભીની લાશ લટકતી જોઈ નણંદે દેકારો મચાવી દેતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા. એકઠા થઇ ગયેલા પરિવારજનોએ તાત્કાલિક અસરથી માનસીને નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ સિવિલ હોસ્પિટલ ફરજ પર હાજર રહેલા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક માનસીના માતા-પિતા રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા અમરનગર માં રહે છે.

લગ્ન બાદ તે પોતાના પતિ સાસુ-સસરા સાથે તેમજ નણંદ સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી. સવારે પિતા સાથે ગોંડલ રોડ ઉપર સૂર્યકાંત હોટલ પાસે રહેતા સંબંધીને ત્યાં ખબર કાઢવા પણ આવી હતી. જોકે ત્યાંથી નીકળ્યા બાદ ઓમ નગર પોતાના ઘરે ગયા બાદ તેને આત્મઘાતી પગલું ભરી લીધું હતું. ત્યારે કયા કારણોસર નવોઢાએ આત્મહત્યા કરવાની ફરજ પડી છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…