શું બેંકો માર્ચ એન્ડિંગમાં રહેશે બંધ? જાણો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં મેસેજની ‘શું’ છે હકીકત

152
Published on: 4:41 am, Thu, 25 March 21

માર્ચ મહિનો એટલે આખા વર્ષનો તમામ હિસાબનો મહિનો માનવામાં આવે છે. બેંકોમાં માર્ચ એન્ડિંગના કારણે દર વર્ષે હિસાબ-કિતાબ કામગીરી થતી હોય છે, માર્ચ મહિનામાં બેંકના કર્મચારીઓને રાજા મળતી નથી કારણ કે તેઓને તમામ હિસાબ કરવાનો હોય છે. પરંતુ  હાલ સોશિયલ મીડિયામાં એક મેસેજ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 27 માર્ચથી 4 એપ્રિલ સુધી બેંકમાં રજા રહેશે.

જેના કારણે સામાન્ય લોકોમાં ભારે અસમંજસ ફેલાયો છે. કારણ કે માર્ચ એન્ડિંગમાં ક્યારેય બેંકનું કામકામ બંધ નથી રહેતુ તો આ મેસેજ પર લોકો વિશ્વાસ કરે કે નહીં તે સમજાતુ નથી. તમામ બેંકોમાં માર્ચ એન્ડિંગના કારણે આખા વર્ષના હિસાબ-કિતાબ મેળવવા માટે કામગીરી શરૂ થશે. આ દિવસો દરમિયાન સામાન્ય નાગરિકો માટે બેંકના કામકાજ જેવા કે રોકડનો ઉપાડ, ચેક ક્લિયરિંગ, ટ્રાન્સફર, પાસબુક પ્રિન્ટીંગ, નવા ખાતા ખોલાવવા, ખાતા બંધ કરવા વગેરે કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે.

બેંકોમાં માર્ચ એન્ડિંગના કારણે દર વર્ષે હિસાબની કામગીરી થાય છે તેના માટે બેંક બંધ નથી રહેતી. બેંક માર્ચ એન્ડિંગમાં આખા વર્ષનાં લેખાજોખા તૈયાર કરતા હોય છે. આ વર્ષે 27મીએ ચોથા શનિવારની રજા છે, પછી રવિવારની રજા છે અને સોમવારે, 29મીએ ધુળેટીની રજા છે. જે બાદ 30 અને 31મીએ બેંકો ચાલુ જ રહેશે.

સોશિયલ મીડિયામાં 27, 28, 29, 31 માર્ચે રજા, 1, 3, 4 એપ્રિલે રજાના મેસેજ વાયરલ થયા છે. તેના કારણે બેંકોમાં પણ ફોનનો મારો ચાલ્યો છે અને બેંકો સ્પષ્ટતા કરીને થાકી ગઈ છે. સામાન્ય નાગરિકો પણ તેમના બેંકના કામ પુરા કરી શકશે. 31મી માર્ચના રોજ બેંકોના ચોપડા ક્લિયર થશે. બેંકે નફો કર્યો કે નુકસાન તેની જાણ બીજા દિવસે 1લી એપ્રિલે સવારે થશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…