ચોટીલાના ડુંગર વિશે બધા જાણતા જ હશો ત્યાંના ચમત્કારો વિશે અને ત્યાંના મા ચામુંડા વિશે પણ ખબર જ હશે. ભારત દેશ એક ધાર્મિક દેશ માનવામાં આવે છે. આજે અમે તમને ચોટીલા ચામુંડા માતા વિષે જણાવીશું અને તેમની સાથે જોડાયેલી કેટલીક વાતો કે જેના વિષે મોટા ભગના લોકો કદાચ નહિ જાણતા હોય.
ચોટીલાના ડુંગરે માં ચામુંડા સાક્ષાત બિરાજમાન છે. ત્યાં મંદિર મા તો તા-ઉતે વાવાઝોડાએ પણ કઈ નુકશાન ન હતું કર્યું , કારણ કે ત્યાં માં ચામુંડા બેથી છે. જયારે પણ તમે ચોટીલા ચામુંડામાં ના દર્શન કરવા માટે જાઓ છો ત્યારે તમારે 635 પગથિયાં ચઢવા પડશે. ચામુંડા માતાનો ડુંગર હજારો વર્ષ જૂનો છે. હજારો વર્ષ પહેલા આ વિસ્તારમાં ચંડ અને મૂંડ નામના બે રાક્ષશોનો ખુબજ ત્રાસ હતો.
એટલા માટે ઋષિ મુનિઓએ યજ્ઞ કરીને માં આદ્ય શક્તિને પ્રગટ કર્યા આ આદ્ય શક્તિએ ચંડ અને મૂંડ નામના બંને રાક્ષસોનો વધ કર્યો માટે તે ચંડી ચામુંડા તરીકે ઓળખાયા આજથી 150 વર્ષ પહેલા આટલું ભવ્ય મંદિર ન હતું કે ના પગથિયાં તો પણ લોકો માં ના દર્શન કરવા માટે જતાં હતા.
કહેવાય છે કે ચામુંડા માં દિવસમાં 3 વાર પોતાનું સ્વરૂપ બદલે છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે દિવસ દરમિયાન તો ઘણા લોકો આ મંદિરે દર્શન કરવા માટે આવે છે પણ સાંજની આરતી પત્યા પછી દરેક લોકોએ ડુંગર નીચે ઉતરી જવાનું હોય છે. સામાન્ય લોકોની સાથે સાથે મંદિરના પૂજારીએ પણ ડુંગરની નીચે ઉતરી જવું પડે છે.
કારણ કે રાત્રે આ ડુંગર પર રહેવાની કોઈને પરવાનગી નથી. માત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી સહીત 5 લોકોને આ ડુંગર પર રહેવાની પરવાનગી માતાએ આપી છે. આ એક રહસ્ય છે શા માટે રાતે ત્યાં રોકાવાતું નથી, પરંતુ આજ દિન સુધી કોઈ આ રહસ્યને ઉકેલી શક્યા નથી.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…