મિત્રો, તમે બધાં જાણતા જ હશો કે શરદ પૂનમની રાતે ખુલ્લાં આકાશમાં પૌવા અને દૂધ મુકે છે. જેને બીજા દિવસે સવારે બધા ખાય છે. પરંતુ શું તમે જાણો છે આ શા માટે કરવામાં આવે છે? નહીં તો ચાલો જાણીએ આજના આ લેખમાં…ભારતમાં અને એમાં પણ હિંદુ ધર્મમાં શરદ પૂનમનું ખુબ જ મહત્વ છે. શરદ પુનમ આસો મહિનાની પુનમના દિવસે આવે છે.
આ દિવસે એવું માનવામાં આવે છે કે વર્ષભરમાં માત્ર આ જ દિવસે ચંદ્ર 16 કળાઓથી ભરપૂર હોય છે. કહેવાય છે કે આ દિવસે શ્રી કૃષ્ણએ મહારાસ રચ્યો હતો. એક માન્યતા એ પણ છે કે શરદ પુનમની રાત્રે ચંદ્રના કિરણોથી અમૃત વરસે છે.
આ કારણથી આ દિવસે ઉત્તર ભારતમાં પૌવા અને દૂધ બનાવીને રાતભર ચાંદનીમાં રાખવાનો રિવાજ છે. આ પુનમને કોજાગરી અને રાજ પુનમ પણ કહેવામાં આવે છે. ખરેખર આ દિવસે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે. પૂર્ણ ચંદ્રની રાત્રે ચંદ્ર અને દૂધિયા પ્રકાશ પૃથ્વીને સ્નાન કરાવે છે. આ સફેદ પ્રકાશની વચ્ચે પુનમ ઉજવવામાં આવે છે. શરદ પુનમની રાત્રે ખીર બનાવીને ખુલ્લા આકાશની નીચે રાખવામાં આવે છે.
તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. દૂધમાં લેક્ટિક એસિડ હોય છે. તે ચંદ્રના તેજ પ્રકાશમાં દૂધમાં પહેલાથી હાજર બેક્ટેરિયાને વધારે છે અને ચાંદીના વાસણમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની ક્ષમતા હોય છે. તેથી ખીરને ચાંદીના વાસણમાં રાખો. શરદ પુનમના દિવસે ચંદ્રનો પ્રકાશ સૌથી તેજ હોય છે. આ કારણથી ખુલ્લા આકાશમાં ખીર રાખવી ફાયદાકારક હોય છે.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…