શા માટે અત્યાર સુધી નથી કરાયા લંકાધિપતી રાવણનાં અંતિમસંસ્કાર? આની પાછળ છુપાયેલું છે ઘોર રહસ્ય

166
Published on: 12:02 pm, Mon, 18 October 21

બધા જ લોકોને રામાયણ સંબંધિત રહસ્યો અંગે જાણવાની ખુબ ઉત્સુકતા રહેલી હોય છે. એવું પણ માનવામાં આવે છે કે, હાલમાં પણ શ્રીલંકામાં રામાયણ તથા ભગવાન રામને લગતા કેટલાક સંકેતો તથા પુરાવાઓ રહેલા છે. જેના અંગે બધા જ લોકો જાણવા માંગતા હોય છે.

આ સ્થાન ભગવાન શ્રી રામ તથા રાવણ સાથે જોડાયેલ કેટલીક હકીકત જણાવે છે. નવરાત્રિના બાદ દશેરાને દસમા દિવસે ઉજવવામાં આવે છે કે, જેને વિજયાદશમી તરીકે ઓળખવામાં આવે છે. સાથે જ એવું પણ એવું માનવામાં આવ્યું છે કે, ભગવાન રામે દશેરાના દિવસે રાવણનો વધ કર્યો હતો.

એક સંશોધન પ્રમાણે, અંદાજે 50 એવા સ્થળો છે કે, જે રામાયણ સાથે સંબંધિત છે. આ સંશોધન પ્રમાણે હાલમાં પણ રાવણનો મૃતદેહ ડુંગરમાં બનાવાયેલ ગુફામાં સુરક્ષિત રખાયો છે. આ ગુફા શ્રીલંકામાં આવેલ રૈગલાના ગાઢ જંગલોમાં આવેલ છે.એવું કહેવામાં આવે છે કે, ભગવાન શ્રી રામના હાથે રાવણની હત્યાને 10,000 થી વધુ વર્ષો વીતી ગયા છે.

જે ગુફામાં રાવણનો મૃતદેહ રખાયો છે તે રૈગલાના જંગલોમાં 8,000 ફૂટની ઉંચાઈ પર આવેલ છે. અહીં રાવણનો મૃતદેહ મમી છે તેમજ શબપેટીમાં રખાયો છે. જેના પર એક ખાસ પ્રકારનો લેપ લગાવાય છે કે, જેને લીધે તે હજારો વર્ષોથી એવોને એવો દેખાય છે. આ સંશોધન શ્રીલંકાના આંતરરાષ્ટ્રીય રામાયણ સંશોધન કેન્દ્ર દ્વારા કરાયું છે.

રાવણનો મૃતદેહ 18 ફૂટ લાંબી તેમજ 5 ફૂટ પહોળી શબપેટીમાં રખાયો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ શબપેટી નીચે રાવણનો અમૂલ્ય ખજાનો રહેલો છે. આ ખજાનો એક ઉગ્ર સર્પ તેમજ અનેક ભયભીત પ્રાણીઓ દ્વારા રક્ષિત હોવાનું મનાય છે. ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો ત્યારે તેમણે અંતિમ સંસ્કાર માટે તેનું શરીર વિભીષણને સોંપ્યું હતું.

જયારે વિભિષણે સિંહાસન સંભાળવાની ઉતાવળમાં રાવણના અંતિમ સંસ્કાર કર્યા ન હતા તેમજ શરીર તેમને તેમ છોડી દીધું હતું. એવું કહેવામાં આવ્યું છે કે, બાદમાં નાગકુલના લોકો રાવણના મૃતદેહને પોતાની સાથે લઈ ગયા હતા. કારણ કે, તેઓનું માનવું હતું કે, રાવણનું મૃત્યુ ક્ષણિક હતું. તે ફરીથી જીવિત થશે પણ એમ ન થયું.

બાદમાં તેમણે રાવણના મૃતદેહનું મમીકરણ કર્યું કે, જેથી તે વર્ષો સુધી સુરક્ષિત રહે. સંશોધનમાં એવો દાવો કરાયો છે કે, રાવણનું અશોક વાટિકા ક્યાં હતું તેમજ તેનો પુષ્પક વિમાન ક્યાં ઉતરતો હતો. આની સિવાય ભગવાન હનુમાનના પગના નિશાન શોધવાનો પણ દાવો કરાયો છે. આ તમામ બાબતોની સત્યતા હજુ સુધી સાબિત થઈ શકી નથી.