શું દેશની જનતાને મારવા માટે જ તત્પર છે બાજપ સરકાર? કેમ નથી કરી રહી દેશવ્યાપી લોકડાઉન?

169
Published on: 5:45 am, Wed, 21 April 21

ઘાતક બનતા કોરોનાને રોકવા માટે અમુક શહેરો કે અમુક ગામડાઓમાં લોકો સ્વયંભૂ લોકડાઉન કરે અને મ કહે ‘જાન હે તો જહાન હૈ’,પરંતુ વધતા કોરોનાના કેસો સામે મોદી સરકાર અને યોગી સરકાર લોકડાઉન કરી રહ્યાં નથી શું તમને ખબર છે શા માટે સરકાર લોકડાઉન નથી કરી રહી? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે મુશ્કેલ પરિસ્થિતિ અને સખત પડકાર છે,

પરંતુ આપણે તે બધાને પાર કરીશું. દરેક વ્યક્તિએ કોરોના સાથે લડવું પડશે મોદીએ તેમના સંદેશમાં લોકડાઉન લાદવાનું ટાળવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે કોરોના સામે લડવા માટે લોકડાઉનને ‘છેલ્લા વિકલ્પ’ તરીકે વાપરવો જોઈએ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની BJP સરકાર લોકડાઉનના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી.

હવે સવાલ ઉભો થાય છે કે PM મોદીથી લઇને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની BJP સરકાર શા માટે લોકડાઉનનો આટલો વિરોધ કરી રહી છે. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની શક્યતાને નકારી કાઢી છે PM મોદીએ કહ્યુ કે સાથીઓ આજે દેશને લોકડાઉનથી બચાવવાની જરૂર છે. હું તમામ રાજ્યોને અપીલ કરૂ છુ લોકડાઉન અંતિમ વિકલ્પ તરીકે પસંદ કરે બહુ જરૂર પડે ત્યારે જ લોકડાઉન લાદે.

લોકડાઉનની જગ્યાએ માઇક્રો કન્ટેનમેંટ જોન પર ધ્યાન આપે. અર્થવ્યવસ્થાને સુધારવાનો પ્રયાસ કરે. દેશવાસીઓ અત્યારે તેમની તબીયત સંભાળે. આ રીતે સોમવારે અલ્હાબાદ હાઇકોર્ટે 26 એપ્રિલ સુધીમાં લખનૌ, કાનપુર અને વારાણસી સહિત પાંચ શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લાદવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હાઇકોર્ટના આદેશ હોવા છતાં યોગી સરકાર યુપીમાં લોકડાઉન લાદવા તૈયાર નહોતી.

અને આ આદેશને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં ગઈ, જેમાં તે સફળ રહી. જો કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ યોગી સરકારે યુપીમાં માત્ર સપ્તાહના અંતમાં જ કર્ફ્યુ આપવાની જાહેરાત કરી છે અને તેને સ્પષ્ટ પણ કરી દીધુ છે. હાલમાં, યુપીમાં સંપૂર્ણ લોકડાઉન કરવાનો ઇરાદો નથી.

બિન-ભાજપ શાસિત અનેક રાજ્ય સરકારો કોરોના સાથે લડવા માટે લોકડાઉન કરી રહી છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપ શાસિત રાજ્યો લોકડાઉન કરવાનું ટાળી રહ્યા છે. સરકારનું કહેવું છે કે લોકડાઉન વગર જ કોરોનાને પરાજિત કરો અને કોરોના સાથે જીવતા શીખો, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…