શા માટે બોલવામાં આવે છે ગણપતિબાપા ‘મોરિયા’ ? – જાણો તેની પાછળની પૌરાણિક કથા

211
Published on: 5:48 am, Thu, 22 April 21

મિત્રો, આપણે બધા જાણીએ જ છીએ કે બધા ગણપતિ બાબા મોરિયા મ બોલે છે. તમે બધા આ વસ્તુ જાણતા હશો. આપણે ભક્તિભાવથી ગણેશજીની સેવા કરીએ છીએ ત્યાર પછી તમે ઘણા લોકોને બોલતા સાંભળ્યા હશે કે ગણપતિ બાપા મોરિયા, મંગલમૂર્તિ મોરિયા.

આ નાદ આપણે બધા જ બોલીએ છીએ પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે ગણપતિબાપા પછી જે મોરિયા બોલવામાં આવે છે તેના પાછળ એક કથા છુપાયેલી છે. ગણેશજીના એક પરમ ભક્તની કથા આ નામ પાછળ છુપાયેલી છે. મહારાષ્ટ્રના પુણેથી દૂર એક ગામડું છે જેને ચિંચવાડના નામથી પણ ઓળખાય છે. કહેવાય છે કે 15મી શતાબ્દીમાં આ જગ્યા પર એક સંત થયા હતા.

જેનું નામ મોરિયા ગોસાવી હતું. અને તેઓ ગણેશજીના અનન્ય ભક્ત હતા. તેઓ દરેક વર્ષે ગણેશ ચતુર્થીના મોકા ઉપર ચિંચવાડથી લઈને મોરગાંવ સુધી પગપાળા ગણેશજીની પૂજા કરવા માટે જતા હતા. આવું કરતા કરતા ઘણાં વર્ષો વીતી ગયાં. અને કહેવાય છે કે એક દિવસ ખુદ ભગવાન ગણેશજીએ તેના સપનામાં આવીને તેને કહ્યું કે તેની મૂર્તિ નદીમાં મળશે.

અને બરોબર એવું જ થયું, નદીમાં નાહતી વખતે તેઓને ગણેશજીની મૂર્તિ મળી. આ ઘટના બાદ લોકોએ માની લીધું કે ભગવાન ગણેશજીનું કોઈ ભક્ત છે તો તે માત્ર મોરિયા ગોસાવી જ છે. આ ઘટના પછી મોરિયા ગોસાવીના દર્શન માટે દૂર દૂરથી લોકો આવવા લાગ્યા. કહેવાય છે કે જ્યારે ભક્ત ગોસાવીજીના પગ પકડીને મોરિયા કહેતા તો તેઓ પોતાના ભક્તોને મંગલમૂર્તિ કહેતા હતા. આથી આવી જ રીતના આ સિલસિલો ચાલુ થયો જે આજે પણ દરેક લોકોના હોઠ પર છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…