રામાયણના યુદ્ધમાં કુંભકર્ણ સામે શા માટે હારી ગયા હતા હનુમાનજી, જાણો ધાર્મિક કથા અનુસાર…

421
Published on: 3:24 pm, Fri, 17 September 21

પહેલેથી જ તમે રામાયણ વિશે સાંભળ્યું છે. એક સમય રાવણે પોતાના ભાઈ કુંભકર્ણને જગાડતા હતા. પરંતુ જ્યારે કુંભકર્ણ મેદાનમાં આવ્યા ત્યારે તે સમયે તેમણે હનુમાનજી સાથે એક ખાસ શરત લગાવી હતી અને હનુમાનજીની તે શરતમાં હાર થઈ હતી.

માનવામાં આવે છે કે, લંકામાં યુદ્ધ તેની ચરમસીમાએ હતું. ભગવાન શ્રી રામની સેના આગળ વધી રહી હતી અને રાવણના ઘણા મહાન મહારથીઓએ યુદ્ધના મેદાનમાં વીરગતિ પ્રાપ્ત કરી હતી. રાવણ પણ સમજી ગયો હતો કે, ભગવાન શ્રી રામની સેના પર જીત મેળવવી સરળ નથી. તેથી તેણે તેના નાના ભાઈ કુંભકર્ણને જગાડવાનું નક્કી કર્યું હતું. કુંભકર્ણને બ્રહ્મદેવ તરફથી એક અનોખું વરદાન આપવામાં આવ્યું હતું કે, તે છ મહિના સુધી ઊંઘશે અને છ મહિના જાગશે.

જ્યારે કુંભકર્ણ ઊંઘમાંથી જાગ્યો ત્યારે રાવણે તેને તમામ પરિસ્થિતિ વિશે જાણ કરી હતી. આ પર કુંભકર્ણે રાવણને તેના કૃત્ય માટે ઠપકો આપ્યો હતો. પરંતુ ભાઈની મદદ કરવા માટે તે પાછળ ખસ્યા ન હતા. જ્યારે તે યુદ્ધના મેદાનમાં પહોંચ્યો ત્યારે તેમની કાયા જોઈને વાનર સેનામાં ગભરાટનો માહોલ છવાય ગયો હતો. તેમણે અન્ય કોઈ સાથે નહીં, ભગવાન શ્રી રામ સાથે લડવાનું હતું. તે યુદ્ધના મેદાનમાં જેમ આગળ વધી રહ્યો હતો તેમ તમામ વાનર સેના ભાગવા લાગી હતી.

કુંભકર્ણ સાથે લડવા માટે પહેલા નલ અને પછી નીલ આવ્યા હતા પરંતુ તે પણ હારી ગયા હતા. ત્યારબાદ સુગ્રીવ અને અંગદ પણ કુંભકર્ણ સાથે લડ્યા હતા પરંતુ તેમની પણ હાર થઇ હતી. ત્યારબાદ હનુમાનજી આવ્યા હતા. મહાબલી હનુમાનજીની શક્તિ અપાર હતી. તેથી તેઓએ યુદ્ધના મેદાનમાં આવ્યા અને કુંભકર્ણને પડકાર કર્યો હતો.

બજરંગબલીએ કુંભકર્ણના વિશાળ શરીરની સમક્ષ પોતાનું પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું હતું. પછી બંને વચ્ચે એક મહાન યુદ્ધ ચાલુ થયું હતું. એકબીજા વચ્ચે લડતા, બંનેને તેમના હરીફોની તાકાતનો અહેસાસ થયો અને બંનેએ મનમાં એકબીજાની પ્રશંસા કરવા લાગ્યા હતા. જ્યારે યુદ્ધ થોડું વધારે સમય શરુ રહ્યું ત્યારે કુંભકર્ણે હનુમાનની પ્રશંસા કરી અને જણાવ્યું કે, મેં તમારા જેવા વીરનો આજ સુધી ક્યારેય સામનો કર્યો નથી.

ત્યારબાદ ફરી યુદ્ધ શરૂ થયું અને હનુમાનજી ક્રોધિત થયા હતા. ત્યારે તેમને પર્વત ઉથલાવી દીધો હતો. પછી કુંભકર્ણે હનુમાનજીને જણાવ્યું હતું કે, જો હું આ પ્રહારથી થોડો વિચલિત થઈશ તો હું આ યુદ્ધભૂમિ છોડી દઈશ. અને મહાબલીના આ પ્રહારથી કુંભકર્ણ ને કોઈ ફરક પડ્યો ન હતો. હનુમાનજી તેનાથી ખૂબ પ્રભાવિત થયા અને તેમણે નક્કી કર્યું કે, આ યોદ્ધા ભગવાન શ્રી રામના હાથે મૃત્યુ પામવા જેવો છે. ત્યારબાદ કુંભકર્ણનું યુદ્ધ લક્ષ્મણ અને ભગવાન શ્રી રામ સાથે સર્જાયું હતું.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…