નીતા અંબાણી પૂજા કરતી વખતે હંમેશા લાલ કપડાં જ કેમ પહેરે છે? ધનવાન બનવું હોય તો દરેક સ્ત્રીએ આ આર્ટીકલ ખાસ વાંચવો

388
Published on: 3:34 pm, Mon, 4 October 21

આજે અમે તમે નીતા અંબાણી વિષે કેટલીક બાબતો જણાવવા જઈ રહ્યા છીએ. નીતા અંબાણી દરરોજ તેના દિવસની શરૂઆત ભગવાનની પૂજાથી કરે છે અને તે હંમેશા ભગવાનની પૂજામાં લાલ રંગના જ કપડાં પહેરેલી જોવા મળે છે. આપણા દેશમાં પૂજા દરેક ઘરોમાં અને મંદિરોમાં  થતી હોય છે, અને મોટાભાગે આપણે જોયું હશે કે પૂજાની અંદર લાલ કપડાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો પૂજા પણ લાલ કપડાં પહેરીને જ કરતા હોય છે.

આપણ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પણ દરેક પૂજામાં લાલ રંગના કપડામાં જ જોવા મળે છે. ત્યારે મનમાં પ્રશ્ન થાય કે લાલ કપડાં જ શું કામ? તો આજે અમે તમને તેની પાછળનું રહસ્ય જણાવીશું. નીતા અંબાણી તેની ફેશનના કારણે પણ જાણીતા છે. તે અવાર નવાર એક નવા જ લુકમાં જોવા મળતા  હોય છે. પરંતુ, તે કોઈપણ પૂજા દરમિયાન માત્ર લાલ રંગમાં જ જોવા મળે છે.

ગયા વર્ષની ગણેશ પૂજામાં પણ નીતા અંબાણીનો કંઈક આવો જ લુક જોવા મળ્યો હતો. આ પૂજામાં તેમને પ્રખ્યાત ફેશન ડિઝાઈનર અબુ જાણી સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા લાલ રંગના આઉટફિટ પહેર્યા હતા. એટલું જ નહિ પરંતુ, જ્યારે આકાશ અંબાણી અને શ્લોક મહેતાના લગ્નનું નિમંત્રણ આપવા માટે મુકેશ અંબાણી સાથે નીતા અંબાણી સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા ત્યારે પણ તે લાલ ચંદેરી સિલ્કના સૂટ સિલ્વરમાં જોવા મળ્યા હતા. તેમનું માનવું છે કે જ્યાં સુધી ઘરની ગૃહિણી એક સભ્ય રીતે શૃંગર સજીને નથી રહેતી ત્યાં સુધી ભગવાન ખુશ નથી થતા.

હવે લાલ કપડાં પહેરવા પાછળનું કારણ જોઈએ તો અંબાણી પરિવાર પોતાની પરંપરા-પૂજા અને અનુષ્ઠાનોમાં ઊંડો વિશ્વાસ રાખે છે. ભલે તે પોતાના બાળકોના લગ્ન માટે દેશભરના સૌથી પ્રચલિત મંદિરોનો પ્રવાસ કરી રહ્યા હોય કે પોતાના ઘરે જ કોઈ પૂજા પાઠનું આયોજન કરી રહ્યા હોય. તે બહુ સારી રીતે જાણે છે કે, પૂજાના સમયે કેવી રીતે તૈયાર થવાનું છે અને કયા રંગના કપડાં પહેરવા જોઈએ. જેને ધ્યાનમાં રાખીને જ તે પોતાના કપડાંની ડિઝાઇન કરાવે છે. જે ઘરની પ્રધાન મહિલા હોવાના કારણે લાલ રંગ જ પહેરવાનું પસંદ કરે છે. નીતા અંબાણી લાલ રંગને ખુબ જ શુભ માને છે અને આ જ કારણ છે કે, નીતા અંબાણી દરેક પૂજાની અંદર લાલ રંગના કપડાં પહેરેલી જોવા મળે છે.