શા માટે મહિલાઓ રાખે છે કેવડા-ત્રીજનું વ્રત?- જાણો એક ક્લિક પર તેની પૌરાણિક કથા

390
Published on: 12:03 pm, Thu, 9 September 21

લગ્ન થઈ ગયેલી બધી જ મહિલાઓ કેવડા ત્રીજનું વ્રત પોતાના પતિઓ માટે રાખે છે. આ દિવસે મહિલાઓ પોતાનાં પતિનાં લાંબા આયુષ્ય અને નિરોગી આરોગ્યમય જીવનની કામનાનાં ઉદ્દેશથી વ્રત તથા પૂજન કરે છે. કેવડા ત્રીજ એટલે હરિયાળી ત્રીજ. ગુજરાતમાં હરિયાળી ત્રીજને કેવડા ત્રીજ તરીકે ઉજવવામાં આવે છે.

ગુજરાતમાં આ દિવસે મહિલાઓ ભગવાન સામ્બસદાશિવને કેવડો ચઢાવી પતિનાં લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. હરિયાળી શબ્દનો અર્થ છે હર્યુ-ભર્યુ અને ચોમાસું આવતા ચોતરફ્ હરિયાળી ફેલાઈ જાય છે. આ દિવસે મહિલાઓ સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરીને પરંપરાગત લોક ગીતો ગાય છે, અને નાચે છે.

આ દિવસને ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત હરિયાળી ત્રીજનાં જ દિવસે માતા પાર્વતીને ભગવાન શિવ પતિ તરીકે પ્રાપ્ત થયા હતાં. તો બીજી બાજુ આ દિવસે ભગવાન કૃષ્ણ અને રાધાનાં પ્રેમનાં પ્રતીક તરીકે પણ ઉજવવામાં આવે છે. ઘણા સ્થાનોએ મહિલાઓ હરિયાળી ત્રીજનાં દિવસે ચંદ્ર દેવની પૂજા પણ કરે છે.

આ ત્રીજ-તહેવારોમાંનો એક પર્વ છે. આ વૈશ્વિક મહામારીનાં સમયમાં બહેનો ઘરમાં રહીને પૂજા કરી શકે છે. પૂજનમાં આ બધી વસ્તુઓનો ઉપયોગ થાય છે. કાળી ભીની માટી, વેલ પત્ર, શમીનાં પાન, કેળાનાં પાન, ધતૂરાનું ફૂલ અને પાન, અંકવ વૃક્ષનાં પાન, તુલસીનાં પાન, જનોઈ, નાડાછડી, નવા વસ્ત્ર્રો, ફ્લોમાંથી બનેલી છત્રી, મહેંદી, ચૂડીઓ, પુજાપો, કંકુ, કાંસ્કો મ્હાવર, સુહાગનનાં શ્રૃંગારની વસ્તુઓ, શ્રીફ્ળ, કળશ, તેલ અને ઘી, કપૂર, પંચામૃત

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…