50 રૂપિયાની નવી નોટ પર કેમ આ રથને મળ્યું ખાસ સ્થાન? જાણો એક ક્લિક પર

229
Published on: 4:19 pm, Fri, 20 August 21

કેન્દ્ર સરકાર 50 રૂપિયાની જે નોટ લાવ્યા છે તેના પર હમ્પીના રથનું ચિત્ર છે. આ સમાચારની જાણ થતાં જ લોકોમાં હમ્પી અંગે જાણવામાં ઉત્સુકતા પેદા થઇ છે. હમ્પી કર્ણાટકની તુંગભદ્રા નદીના કિનારે આવેલ છે. આ પ્રાચીન ગૌરવશાળી સામ્રાજય વિજયનગરનું અવશેષ છે. તેને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે.

હમ્પીમાં વિજયનગર સામ્રાજ્યના તમામ અવશેષ છે. પથ્થરનો બનેલો રથ વાસ્તુકલાનો અદ્ભુત નમૂનો છે. પથ્થરનું કોતરકામ કરીને તેમાં મંદિર બનાવામાં આવ્યું છે, જે રથના આકારમાં છે. આથી ઇતિહાસ અને પુરાત્તત્વની દ્રષ્ટિથી હમ્પી એક ખૂબ જ મહત્વનું સ્થળ મનાય છે. હમ્પીને પ્રાચીન કાળમાં કેટલાંય નામોથી ઓળખાતું હતું. જેમ કે પમ્પા ક્ષેત્ર, ભાસ્કર ક્ષેત્ર, હમ્પે, કિષ્કિંઘા ક્ષેત્ર વગેરે.

હમ્પી નામ કન્નડ શબ્દ હમ્પેમાંથી પડ્યું છે અને હમ્પે શબ્દ તુંગભદ્રા નદીના પ્રાચીન નામ પમ્પા પરથી આવ્યું હતું. હમ્પીનો ઇતિહાસ તો આમેય ઘણો પ્રાચીન છે, પરંતુ અહીં વિજયનગર સામ્રાજયની સ્થાપના 1336મા હરિહર રાય અને બુક્કા રાયે કરી હતી. બંને ભાઇ હતા. કહેવાય છે કે થોડાંક જ સમયમાં આ સંપન્ન અને ધનિક રાજ્ય બની ગયું. કૃષ્ણદેવ રાયના શાસનમાં આ સ્થળ પોતાની ચરમ પર હતું.

ખૂબ જ બુદ્ધિમાન તેનાલીરામ આ જ દરબારમાં હતા. આ સામ્રાજયનો વિસ્તાર હાલ કર્ણાટક, આંધ્રપ્રદેશ, અને મહારાષ્ટ્રના વિસ્તારો સુધી થયો હતો. પરંતુ મોગલોના આક્રમણથી વિજયનગર સામ્રાજય નષ્ટ થયું અને હમ્પી પણ ખંડેરમાં ફેરવાઇ ગયું. હમ્પી મહત્વપૂર્ણ ધાર્મિક કેન્દ્ર પણ છે. માન્યતા મુજબ જ્યારે રામ લક્ષ્મણની સાથે સીતાને શોધવાના હતા ત્યારે રામ બાલી અને સુગ્રીવને મળવા અહીં આવ્યા હતા. હમ્પીમાં હવે દર વર્ષે 15 લાખ પર્યટક આવે છે. હમ્પી પોતાના વાસ્તુ માટે ખૂબ પ્રખ્યાત છે.

આ આખો વિસ્તાર સ્મારકો અને પથ્થરોના સ્ટ્રકચર્સથી ભરેલ છે, જેમાં 14મી સદી દરમ્યાન કુશળ શિલ્પીઓ દ્વારા રચાયેલ વાસ્તુની જબરદસ્ત ખૂબી દેખાય છે. હમ્પીને એશિયામાં સૌથી મોટા ખુલ્લા સ્મારકોવાળા ગુમ થયેલ શહેર મનાય છે. તેના અવશેષોને જોઇને અંદાજો લગાવાય છે કે અંદાજે 600-700 વર્ષ પહેલાં આ શહેર કેટલું ભવ્ય હતું. આ આખો વિસ્તાર અંદાજે 25 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો હતો. હમ્પીમાં વિજયનગર યુગના સેંકડો સ્મારક જોવાલાયક છે.

હમ્પીનો વિસ્તાર અગણિત પથ્થરોથી ભરેલો છે. સ્મારકો સિવાય અહીં ભવ્ય મંદિર, મહેલોના ભોંયરા, પ્રાચીન બજાર, શાહી મંચ, દરબાદર, જળાશય વગેરે જોવાલાયક છે. આ વિસ્તારનું એક પ્રખ્યાત ધાર્મિક આકર્ષણ વિરૂપાક્ષ મંદિર છે. જે વિજયનગરના દેવતા ભગવાન વિરૂપાક્ષને સમર્પિત છે. આ સિવાય લક્ષ્મી, નરસિમ્હા, શિવલિંગ, અને વિઠ્ઠલ મંદિર પણ છે. હમ્પીમાં દર વર્ષે નવેમ્બરમાં વાર્ષિક સમારંભ યોજાય છે. જેને હમ્પી ઉત્સવ કે વિજય ઉત્સવ કહે છે. અહીં દિવાળીનો તહેવાર પણ ધામધૂમથી ઉજવાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…