વેક્સિન લીધા પછી પણ શા માટે થઈ રહ્યો છે કોરોના? જાણો અદાર પૂનાવાલાએ આપ્યું તેનું ચોકાવનારું કારણ

196
Published on: 1:56 am, Sat, 10 April 21

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની એડવાઈઝરી વેક્સિન સેફ્ટી પેનલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં મળેલા ગ્લોબલ ડેટાનો અભ્યાસ કર્યા પછી વેક્સિનેશન અને સંભવિત જોખમો વચ્ચેના સંબંધોનો સંપૂર્ણ અભ્યાસ કરવાની જરૂર છે. ધ્યાને લેવાની વાત એ છે કે પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યુટ આ વેક્સિનનું સૌથી મોટું મેન્યુફેક્ચરર છે,

જેની વેક્સિન ભારતમાં પણ લોકોને સતત આપવામાં આવી રહી છે. આને જોતા કંપનીના CEO અદાર પૂનાવાલાએ એક વાતચીતમાં વેક્સિનની સાઇડ ઇફેક્ટ અને આને લઇને ઊઠી રહેલા તમામ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. ઘણા લોકો વેક્સિન લગાવ્યા બાદ પણ કોરોના પોઝિટિવ થયા છે. આને લઇને અદાર પૂનાવાલાએ કહ્યું કે, “હું આને એ માટે કોવિડ શીલ્ડ કહું છું, કેમકે આ એક પ્રકારની શીલ્ડ છે. જે તમને બીમારી થવાથી તો નહીં બચાવે,

પરંતુ આના કારણે તમે મરવાના નથી. આ તમને ગંભીર બીમારીથી બચાવે છે અને 95% કેસમાં ત્યાં સુધી કે એક ડોઝ લીધા બાદ પણ તમને હૉસ્પિટલ જવાથી બચાવશે. જેમ બુલેટ પ્રુફ જેકેટ હોય છે, જ્યારે તમને ગોળી લાગે છે ત્યારે તમે બુલેટ પ્રુફ જેકેટના કારણે મરતા નથી, પરંતુ તમને થોડું-ઘણું ડેમેજ થાય છે.

અત્યાર સુધી અમે 4 કરોડ લોકોને કોરોના વેક્સિનનો એક ડોઝ આપી ચુક્યા છીએ, હવે આપણે એ જોવાનું છે કે શું તેઓ હૉસ્પિટલમાં ભરતી થઈ રહ્યા છે? વેક્સિનના ઑરિજિનલ આઇડિયા પર અદાર પૂનાવાલાએ કહ્યું કે, “મેં અથવા બીજી કોઈ વેક્સિન કંપનીએ આજ સુધી એ દાવો નથી કર્યો કે વેક્સિન તમને બીમારી નહીં થવા દે. બની શકે કે લોકોની વચ્ચે એ ધારણા રહી હોય. તમે આજે બીજી વેક્સિનને પણ જોવો તો ઘણી ઓછી વેક્સિન એવી છે જે તમને બીમાર થવાથી અથવા તેના સંક્રમણથી બચાવે, આ તમારી સુરક્ષા કરે છે.

WHOનો પણ આ જ મત છે કે તમે સારા રહો અને આ કારણે બધાનું વેક્સિનેશન જરૂરી છે. યુકેએ નક્કી કર્યું છે કે તે 30થી ઓછી ઉંમરનાં લોકોને એસ્ટ્રાઝેનેકાને બદલે બીજી વેક્સિન આપવા વિચારશે. આને કારણે યુકેમાં આ વેક્સિનના ઉપયોગને અટકાવવામાં આવ્યો છે અને વેક્સિનેશનની કામગીરીને ફટકો પડયો છે. લોહી ગંઠાઈ જવાની ફરિયાદ પછી યુકે અને યુરોપિયન યુનિયનમાં એસ્ટ્રાઝેનેકાની વેક્સિનને ફટકો પહોંચ્યો છે. બીજી તરફ પોતાની વેક્સિન લીધા પછી લોહી ગંઠાઈ જવાની ફરિયાદને પગલે એસ્ટ્રાઝેનેકાએ તેની વેક્સિનનાં લેબલ પર આડઅસરનો બચાવ કરવાનું નક્કી કર્યું છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…