કઈ રીતે શરુ થઈ હતી હનીમૂનની પરંપરા- જાણો ‘હનીમૂન શબ્દનો અઘમ મતલબ’

495
Published on: 4:34 pm, Mon, 6 September 21

મિત્રો, તમે બધા જાણતા જ હશો કે લગ્ન પછી તરત કપલ ફરવા જાય છે. તેને લોકો હનીમૂન કહે છે. પરંતુ ઘણાં લોકોને સવાલ થાય છે કે શા માટે તેને હનીમૂન જ કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ આજના આ લેખમાં. તમારા જીવનસાથી સાથે વિશ્વની શ્રેષ્ઠ જગ્યાએ સમય પસાર કરવો આ દિવસોમાં ખૂબ સામાન્ય બની ગયું છે.

વિદેશની જેમ હવે ભારતમાં પણ હનીમૂનની પરંપરા ચાલુ છે. આ પરંપરા 19મી સદીમાં બ્રિટનમાં શરૂ થઈ હતી. ઓનલાઈન વેડિંગ રજિસ્ટ્રી સાઇટ, હનીફંડના સીઈઓ સારાહ મરાગુલિસના જણાવ્યા અનુસાર, વર્ષ 1800ના અંત સુધી આ પરંપરાનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

જો કે, વર્લ્ડવાઇડ વર્ડ્સ વેબસાઇટ અનુસાર, હનીમૂન શબ્દનો ઉપયોગ સૌપ્રથમ 16મી સદીમાં રિચાર્ડ હુલોટે કર્યો હતો. હવે હનીમૂનનો ટ્રેન્ડ તો બીજી તરફ, વર્ષ 1552માં રિચાર્ડ હુલોટે લખ્યું હતું કે જે યુગલો શરૂઆતમાં ખુશ દેખાય છે, તેઓ ઘણીવાર પાછળથી દુખી થાય છે.

આ પરંપરામાં અન્ય એક ચોંકાવનારી હકીકત મુજબ કેટલાક લોકો એવું પણ માને છે કે હનીમૂન શબ્દ નોર્ડિક (ઉત્તર યુરોપ) શબ્દ hjunottsmanathr પરથી આવ્યો હશે. તેનો અર્થ એ છે કે જ્યારે વર તેની કન્યાનું અપહરણ કરે છે અને ત્યાં સુધી તેને છુપાઈને રાખે છે. જ્યાં સુધી છોકરીનો પરિવાર તેની શોધ કરવાનું બંધ ન કરે. બદલાતા સમયની સાથે, હવે હની મૂનનો ટ્રેન્ડ આવ્યો છે,

એટલે કે ખૂબ જ ટૂંકી સફર જેમાં લોકો રજા લીધા વગર ફરવા નીકળે છે. કેટલાક લોકોના મતે, આ પરંપરા 4000 વર્ષ જૂની બેબીલોનથી આવી છે. તે સમયે, નવા યુગલોને લગ્નના તુરંત બાદ એક ખાસ શરબત પીવા માટે આપવામાં આવ્યું હતું. જે મધમાંથી તૈયાર કરવામાં આવતુ હતું.

સૌથી રસપ્રદ બાબત એ છે કે યુરોપિયન સોસાયટીએ તે ભારત પાસેથી શીખ્યા. 18મી અને 19મી સદીમાં અંગ્રેજોએ ભારતમાં જોયું કે લગ્ન પછી, એક છોકરો અને છોકરી તેમના સંબંધીઓના ઘરે જઈને મળે છે. આ દરમિયાન, બંનેનો તેમના સંબંધીઓ સાથે પરિચય કરાવમાં આવે છે.

જોકે મુસાફરી તે પરંપરામાં સમાવિષ્ટ નહોતી. મુસાફરી(ટ્રાવેલિંગ)નો કોન્સેપ્ટ ઉમેરીને યુરોપિયન દેશોએ તેને હનીમૂનનું નવુ રૂપ આપી દીધુ. આ રીતે, આજના સમયમાં લોકો લગ્ન બાદ પોતાના પાર્ટનર સાથે ફરવા માટે નીકળે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…