મોટાભાગના લોકો નહીં જાણતા હોય કે, શા માટે શુકનના કવરમાં 1 રૂપિયાનો જ સિક્કો મુકાય છે?

167
Published on: 2:41 pm, Wed, 27 October 21

ભારત અનેકવિધ તહેવારોનો દેશ છે. આ દેશમાં બધા જ તહેવારોને ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે ત્યારે ખુબ જ ટૂંક સમયમાં સૌનો મનગમતો દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. બાદમાં ભાઈ બીજ. આની માટે મોટાભાગે લોકો પોતાની બહેનને શુકનનું કવર આપે છે. તહેવારો પર એકબીજાને શકનના રૂપમાં પૈસા આપવાનો રિવાજ રહેલો છે. શુ તમે ક્યારેય પણ વિચાર્યું છે કે, શુકનના કવરમાં 1 રૂપિયાનો સિક્કો કેમ મુકવામાં આવે છે?

શુકન નહીં ઉધાર હોય છે 1 રૂપિયા:
કોઈને જો કેશના રૂપમાં કવર ભેટ આપવામાં આવે તેમજ તેમાં 1 રૂપિયાનો સિક્કો ન મુકવામાં આવે એવું નહીં બન્યું હોય. ભારતીય ઘરોમાં કવરમાં 100, 500 રૂપિયાની સાથોસાથ 1 રૂપિયાનો સિક્કો જરૂર મુકવામાં આવે છે. હકીકતે આની પાછળનું કારણ એ છે કે, તમે જેને ભેટમાં આપી રહ્યા હો એમાં તે 1 રૂપિયા ઉધાર ધન રાશિ છે.

તેને સરળ ભાષામાં જણાવીએ તો જો તમે કોઈ પણ ભેટના સ્વરૂપમાં 501 રૂપિયા આપતા હો તો તમે તે વ્યક્તિને અસલમાં 500 રૂપિયા આપી રહ્યા છો. જ્યારે 1 રૂપિયો તેના ઉપર ઉધારના રૂપમાં ચઢી જતું હોય છે. આવામાં જ્યારે બીજીવાર તે વ્યક્તિ આપને ભેટના રૂપમાં 501 રૂપિયા આપો છો.

1 રૂપિયાના સિક્કાથી મજબૂત થાય છે સંબંધ:
આમ તો ભારતે જ આખી દૂનિયાને ‘શૂન્ય’ આપ્યું હતું. જેના વગર ગણિતની કલ્પના જ અધૂરી ગણાય છે પણ તે જ ભારતમાં રહેતા લોકો 0ની સાથે રૂપિયાની લેવડ દેવડને શુભ નથી માનતા. જયારે આ રિવાજની પાછળ ભારતીયોનું માનવું છે કે, તે 1 રૂપિયાની સાથે પોતાના સગા-સબંધીઓના ભવિષ્યની કામના કરે છે.

આની સાથે જ માનવામાં આવે છે કે, 501 રૂપિયામાં ભલે 500 રૂપિયા ખર્ચ કરી દો પરંતુ તે 1 રૂપિયો હંમેશા બચાવીને રાખવો જોઈએ. જેની સાથે વૃદ્ધોના આશીર્વાદ, પ્રેમ તથા પોઝીટિવ એનર્જીના રૂપમાં ઘરે જ રાખવો જોઈએ.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…