તમારા ઘરમાં રોજ થઈ રહ્યો છે કંકાશ? તો અજમાવો આ સરળ ઉપાયો અને બંધ કરો ઝઘડાઓ

222
Published on: 8:52 am, Wed, 31 March 21

ગુજરાતીની કહેવત બધા લોકો એ સાંભળી જ હશે ‘ ઘર હોય ત્યાં વાસણ ખખડે ‘, બધાના ઘરે નાના-મોટા ઝઘડા તો ચાલતા જ હોય છે. નાના-મોટા ઝઘડા તો દરેક દંપત્તિ વચ્ચે થતા હોય છે. પરંતુ જ્યારે આવી રકજક રોજની થઈ જાય ત્યારે ઘર તુટતાં સમય નથી લાગતો. પતિ-પત્ની વચ્ચે થતાં ઝઘડાઓનું કારણ ક્યારેય ગ્રહની બદલાયેલી સ્થિતી પણ હોય શકે છે. તમારે સમય રહેતાં જ આ સમસ્યાનું નિરાકરણ લાવવાની જરૂર છે અને આ કામમાં તમને મદદ કરશે આ સરળ ઉપાય.

દરેક પરીવારમાં નાના-મોટાં ઝઘડા તો થતાં જ હોય છે. આવા ક્લેશનું કારણ પરીવારના સભ્યો વચ્ચેનો મતભેદ હોય શકે છે. પરંતુ આવી સમસ્યાઓનું સમાધાન સમય જતાં આપમેળે જ થઈ જતું હોય છે. પરંતુ પરીવાર માળાને એક કરનાર દંપતિ વચ્ચે જો મતભેદ સર્જાય અને તેના કારણે તેમના સંબંધો સતત વણસતાં રહે તો પરીવારની સુખ-શાંતિ છીનવાઈ જાય છે.

પતિ-પત્ની વચ્ચે જો નાની-નાની બાબતોમાં અણબનાવ કે કંકાશ થાય તો તેમના સંબંધમાંથી પ્રેમ, કાળજી અને સ્નેહ દૂર થઈ જાય છે અને તેના બદલે શંકા, અપેક્ષાઓ, ક્રોધ લઈ લે છે. આવું ગ્રહોના ખરાબ પ્રભાવને કારણે પણ થઈ શકે છે. જ્યારે આવી વિકટ સ્થિતી જીવનમાં સર્જાય ત્યારે માત્ર ઈશ્વર શરણ જ એકમાત્ર ઉપાય હોય છે.

  • પાણીમાં ગોળ પધરાવવો અને પછી તેનાથી સૂર્યને અર્ધ્ય આપો. દાંપત્યજીવનમાં મધુરતા છવાયેલી રહેશે.
  • શુક્રવારે લક્ષ્મી નારાયણને રસવાળી મીઠાઈ ધરાવો. આ પ્રસાદને પતિ-પત્નીએ એકબીજાને ખવડાવવી.
  • ગુરુવારે કોઈપણ ચાર રસ્તા પર આવેલા પીપળા નીચે શુદ્ધ ઘીનો દીવો કરવો અને ત્રણ પ્રકારની મીઠાઈ ધરવી.
  • રવિવારે રાત્રે થોડું સિંદૂર લઈ પતિની સૂવાની જગ્યાએ છાંટી દેવું. સવારે પત્નીએ નહાઈને તેમાંથી થોડું લઈ અને સેંથામાં પૂરી લેવું.
  • રૂમમાં રાધાકૃષ્ણની સુંદર છબી લગાવવી. તેનાથી પ્રેમમાં વૃદ્ધિ થાય છે.
  • પતિને રોજ કેસરવાળું દૂધ પીવડાવવું અને પત્નીએ હાથ ખાલી ન રાખી અને સોનાની બંગડી પહેરવી.
  • ઘરમાં રોજ અથવા અઠવાડિયામાં એકવાર પાણીમાં નમક ઉમેરો અને તેનાથી ઘરમાં પોતાં કરવા.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…