ફૂલ સ્પીડમાં આવતાં ખાનગી વાહને ટ્રકને ટક્કર મારતા સર્જાયો ગંભીર અકસ્માત- સ્મશાને જઈ રહેલા એક જ પરિવારના 17 લોકોને ભરખી ગયો કાળ

935
Published on: 12:38 pm, Sun, 28 November 21

પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં શનિવારે રાત્રે એક ખુબ જ ભયંકર માર્ગ અકસ્માત થયો હતો. ટીવી રિપોર્ટ અનુસાર, નાદિયાના હંસખાલીના ફુલબારીમાં શનિવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો, જેમાં 17 લોકોના દુઃખદ મોત થયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે, તેજ ગતિએ આવી રહેલા એક ખાનગી વાહને પાર્ક કરેલી ટ્રકને ટક્કર મારી, જેના કારણે ઘટનાસ્થળે જ ઘણા લોકોના મોત થયા. અકસ્માત બાદ ઘટનાસ્થળે અરેરાટી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, આ માર્ગ અકસ્માત ત્યારે થયો,

જ્યારે ઉત્તર 24 પરગણાના બગદાથી 20 થી વધુ લોકો મૃતદેહ લઈને નવદ્વીપ સ્મશાન તરફ જઈ રહ્યા હતા.હંસખલી પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલબારીમાં રોડ કિનારે પાર્ક કરેલી ટ્રક સાથે કાર અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો ત્યારે તમામ ખાનગી વાહનમાં જઈ રહ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસ અને વાહનની વધુ ઝડપને કારણે આ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં 17 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જ્યાં કેટલાકની હાલત ગંભીર છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, કારમાં હાજર તમામ લોકો તેમના સ્વજનોના મૃતદેહના અંતિમ સંસ્કાર માટે કારમાં જઈ રહ્યા હતા. ત્યારે વાહન રસ્તાની બાજુમાં પથ્થર ભરેલી ટ્રક સાથે અથડાયું હતું. વાહનમાં લગભગ ત્રીસ લોકો સવાર હતા, જેમાંથી વીસ લોકોના મોત થયા છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…