ધનતેરસના દિવસે કિન્નરોને આ પાંચ વસ્તુઓનું દાન કરવાથી સાત પેઢી સુધી નહીં ખૂટે ધન, થઈ જશો માલામાલ

184
Published on: 10:39 am, Tue, 26 October 21

અત્યારે દિવાળીની તૈયારી ખુબ જ જોરોશોરોથી ચાલી રહી છે. તેમાં પણ ધનતેરસનો તહેવાર દિવાળીના બે દિવસ પહેલા આવે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ આ દિવસે ધનના દેવતા ભગવાન કુબેરની પૂજામાં વ્યસ્ત હોય છે. ધનતેરસના દિવસે ઘણા લોકો તેમની સંપત્તિની પૂજા કરે છે, જેથી તેમનું ઘર ધન્ય રહે.

આ દિવસે બજારમાંથી નવી વસ્તુઓ ખરીદવાનો પણ રિવાજ છે. આમ તો દિવાળીના થોડા દિવસો પહેલા કિન્નરો બધાના ઘરે દિવાળીની બોણી માંગવા આવતા જ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે બજારમાંથી તમારા માટે લાવેલી વસ્તુ સાથે આ પાંચ વસ્તુ લાવો અને કિન્નરને આપી દો તો તમને એટલા પૈસા મળશે કે તમારી આગામી સાત પેઢી પણ બેસીને ખાઈ શકશે.

તાંબાનું વાસણ:
ધનતેરસના દિવસે કિન્નરને તાંબાના વાસણ આપવા શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરની સમૃદ્ધિ જળવાઈ રહે છે અને અન્ન કે પૈસાની કોઈ કમી રહેતી નથી. પૈસા: ધનતેરસના દિવસે તમે કિન્નરને શુકનના નાણાં આપી શકો છો. આમ કરવાથી તમારા ઘરની તિજોરી ક્યારેય ખાલી થતી નથી.

સરસવનું તેલ:
ધનતેરસના દિવસે કિન્નરોને સરસવનું તેલ દાન કરવું ફાયદાકારક છે. તમે બજારમાંથી સરસવના તેલની બોટલ લાવો. હવે આ બોટલમાંથી થોડું તેલ કાઢીને એક દીવામાં નાખો અને તે બોટલમાં રહેલું બાકીનું તેલ એ દિવસે જ કોઈ કિન્નરને દાન કરી દો. હવે તમે પેલી બોટલના તેલથી જે દીવો ભર્યો હતો. તેને ધનતેરસની રાત્રે પૂજા કરવાના હોવ તે જગ્યાએ પ્રજ્વલિત કરી દો.

મીઠાઈઓ:
ધનતેરસના દિવસે કિન્નરોને મીઠાઈ અથવા લાડુ જેવી મીઠી ખાદ્ય વસ્તુઓ આપવાથી ઘરમાં ક્યારેય લડાઈ થતી નથી. જ્યારે કે ઘરમાં શાંતિ રહેશે તો વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે અને બે દિવસ બાદ દિવાળીની રાત્રે લક્ષ્મી માં ઘરે આવવાની સંભાવના પણ વધી જશે.

પીળા વસ્ત્રો:
ધનતેરસના દિવસે કિન્નરને પીળા વસ્ત્ર જેવી સાડીનું દાન કરીને તમારા ઘરમાં ક્યારેય સોના -ચાંદીની કમી નહીં થાય. આ પીળા કપડાનું દાન કર્યા પછી જ ઘરમાં સોના -ચાંદીના ઘરેણાંમાં વૃદ્ધિ થવા લાગે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…