વિવેક ઓબરોય રીલ લાઈફ નહિ પરંતુ રિયલ લાઈફમાં પણ છે હીરો, અત્યાર સુધીમાં 2.5 લાખ બાળકોને કેન્સરથી લડવા માટે કરી છે મદદ 

253
Published on: 11:48 am, Tue, 5 October 21

બોલીવુડના ઘણા અનેક કલાકારો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આર્થિક રીતે અને માનસિક રીતે મદદ કરવા માટે આગળ આવતા હોય છે. જે રીતે સોનુ સુદે કોરોના કાળમાં લોકોને મદદ કરી છે. તેવામાં આજે સોનુ સુદ ખરેખર રિયલ લાઈફમાં હીરો બની ગયા છે. આજે અમે એવા જ એક બૉલીવુડ અભિનેતા વિષે જણાવી રહ્યા છીએ. આ અભિનેતાને બહુ ઓછા લોકો ઓળખે છે. વિવેક ઓબેરોય આ કલાકારનું નામ છે.

છેલ્લા 18 વર્ષોથી વિવેક ઓબેરોય એક કામ કરી રહ્યો છે. વિવેક ઓબેરોયએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભલે ફ્લોપ થયા હોય પરંતુ અસલ જીવનમાં તે એક સાચો હીરો છે. આજકાલ બહુ ઓછા મુવીમાં વિવેક જોવા મળે છે પરંતુ તે સામાજિક કર્યોમાં બહુ આગળ છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 18 વર્ષમાં વિવેકે 2.5 લાખથી પણ વધુ ગરીબ બાળકોને કેન્સર સામે લડવા માટે ભાવનાત્મક રીતે અને આર્થિક રીતે સહાય કરીને મદદ કરી છે.

મળતી માહિતી મુજબ, વિવેક ઓબેરોય વર્ષ 2004 માં કેન્સર પેશન્ટ્સ એન્ડ એસોસિએશન (CPAA) માં જોડાયા હતા અને તેઓ સતત તેની સાથે સક્રિય રહ્યા છે. 18 વર્ષ પહેલા વિવેક ઓબેરોયે પોતાનો જન્મદિવસની ઉજવણી કેન્સરથી પીડાતા બાળકો સાથે કરી હતી. બાળકોને કેન્સરને હરાવવા માટે વિવેક ઓબેરોય સતત પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે.

વિવેક ઓબેરોય ક્યારેય પણ સમાજ સેવાના કામથી દૂર રહ્યા નથી. તેમણે 18 વર્ષમાં 2.5 લાખથી વધુ વંચિત બાળકોને કેન્સર સામે લડવામાં ભાવનાત્મક અને આર્થિક રીતે મદદ માટે આગળ આવ્યા છે. CPAA સાથે અભિનેતાએ ટાટા મેમોરિયલ હોસ્પિટલની બહાર ફૂટપાથ પર સૂતા પરિવારોને પણ નવું જીવન આપ્યું હતું. એટલું જ નહીં પણ તેમને રહેવા માટે જગ્યા પણ આપી અને તેમના બાળકોને ભયાનક રોગ સામે લડવામાં માટે આર્થિક મદદ પણ કરી હતી.

વિવેક ઓબરોયના જણાવ્યા અનુસાર, તેમનો ઉદેશ્ય એ છે કે, કોઈ પણ બાળક પીડિત ન રહેવો જોઈએ. તેમના માતા પિતા આ બીમારીનો ઉપચાર કરી શકે નહિ કેમ કે, તે બહુ ખર્ચાળ સાબિત થાય છે. એટલે આ લડાઈ જીતવા માટે કોઈ રસ્તો છે તો એ અવસર દરેક બાળકને મળવો જરૂરી છે.

કેન્સર રોગીઓ સાથે પોતાની યાત્રા વિષે યાદ કરતા વિવેક ઓબરોય જણાવે છે કે, હું મારી જાતને બહુ ખુશનસીબ માનું છું કે, મને આ બાળકોને મળવા માટે તક મળી અને મારી ક્ષમતા મુજબ હું તેમની સેવા કરી છું. વધુમાં તેમને જણાવ્યું છે કે, તેમને મદદ કરવામાં તેમના ચહેરા પર ખુશી જોઈને મને વધુ ને વધુ તેમની માટે કઈક કરવાની પ્રેરણા મળે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…