એક દીકરીના લાચાર બાપને વેવાઈએ સબંધ તોડી નાખવા માટે આપી ધમકી – ત્યારે પિતાએ આપેલો જવાબ સંભાળવા જેવો છે

700
Published on: 4:48 pm, Sun, 1 August 21

ઘણી વખત ખરાબ સમયમાં કોઇ સાથ આપવા પણ તૈયાર ન હોય એટલુ જ નહિ ક્યારેક એવો સમય આવે કે તમારો પરિવાર પણ તમારી સાથે ન હોય પરંતુ આવા સમયે તમારી સાથે ઉભો રહે એ જ તમારો સાચો મિત્ર.. સાચુ ને?  જો કે બધા મીત્રો સરખા નથી હોતા પરંતુ ઘણા મિત્રો કર્ણ જેવા હોય છે જેને જેને ખબર છે કે તમારી હાર નક્કિ જ છે તો પણ લડવા તૈયાર જ હોય. અર્થાત એક સાચો મિત્ર દરેક પરિસ્થીતીમાં સાથ આપે છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કઈક આવી જ કહાની ની, એક ગરીબના ઘરે તેના એક ના એક સંતાન તરીકે દીકરી હતી, પરિસ્થીતી ખુબ જ નબળી હતી.

પરંતુ તેને દીકરી ના ઉછેરમા કંઇ જ કમી રખી નહિ. ધિરે ધિરે દીકરી ઉમર લાયક થઇ અને તેની સગાઇ પણ કરી. દિવસો જતા વેવાઇ દીકરીના લગ્ન નક્કિ કરવા માટે આવ્યા. દીકરીના પિતાએ વેવાઇ ને નમ્રતાથી અપિલ કરી કે એકાદ વર્ષ જાળવી જાવ તો સારુ મારે હજુ દીકરીને અમુક વસ્તુઓ આપવી છે અને હાલમા સગવડ થાય એમ નથી. વેવાઇ એ આ સાંભળીને કહ્યુ કે જો તમે કહેતા હોય તો અમે તમારી થોડી ઘણી મદદ કરી, પરંતુ દીકરીના બાપને આ વાત મંજુર હતી નહી તે દીકરીના ઘરનો પૈસો લેવા માંગતો ન હતો તેથી તેને વેવાઇને ના પાડી. તેને કહ્યુ કે હુ મરી દીકરીના ઘરનો રુપિયો કોઇ સંજોગોમાં લઇશ નહિ.

પરંતુ વેવાઇ આ વાત માન્યા નહિ અને તેમને કહ્યુ કે તમે 3 વર્ષ થી આવુ કહીને લગ્ન ટાળો છો પરંતુ આ વર્ષે જો આવુ થયુ તો અમે સંંબંધ તોડી નખશુ. પરંતુ દીકરીનો લાચાર બાપ હવે વધુ લાચાર થયો તેની પાસે કોઇ પણ પ્રકારની સગવડ ના હોવા છતા તેને આ જ વર્ષે લગ્ન નક્કિ કરી નખ્યા. બાપ તો આખરે બાપ જ હોય છે. લગ્ન નક્કિ કરીની વેવાઇ પક્ષ તો હરખ માંં હતો પરંતુ આ બાજુ દીકરી ના બાપની નિંદર હરામ થઇ ગઇ. તેને રાત દિવસ એક જ વિચાર આવે કે કાઇ જ સગવડ નથી અને થોડા જ સમયમાં લગ્ન આવીને ઉભા રહેશે.

આખરે પ્રશંગ કરીશ કેમ?  બસ આ જ વિચારમાં તેની રાતની ઉંઘ પણ હરામ થઇ ગઇ. વિચારતા વિચારતા તેને વિચાર આવે છે કે તેનો એક મિત્ર સગવડ વાળો છે જો તેની પાશેથી પૈસા માંગે તો ના પાડે તેમ નથી. પરંતુ પાછો એ વાત થી ડર પણ લાગે છે કે જો આ પૈસાની બાબતમાંં અમારી દોસ્તી ટુટી જશે જે હુ નથી ઇચ્છતો. આમ તેમ કરીને તેને પોતાના મનને મનાવી લીધુ અને તે આખરે રાત્રે 12 વાગ્યે તેના મિત્રના ઘરે ગયો તેના મિત્રને નવાઇ લાગી કે આ અડધી રાત્રે કેમ આવ્યો હસે.

દીકરીનો બાપ થોડો ઢીલો પડી જાય કેમ કે આખરે તેને પૈસા માંગવામાં શરમ આવે છે. થોડો સમય બેસીને તે રડવા લાગ્યો. પરંતુ એક સાચો મિત્ર તેના મિત્રની પરિસ્થીતી ખુબ  જ સારી રીતે સમજી જાય છે. તેને પુછ્યુ કે આખરે અડધી રાત્રે અહિં આવવાનું કારણ શુ છે? પરંતુ તેને કોઇ જ જવાબ મળ્યો નહિ. પછી તેના મિત્ર એ તેને મિત્રતા ના સોગંદ આપ્યા. ત્યારે દીકરી નો પિતા કહે છે કે આજે વેવાઇ આવ્યા હતા, જવાબમાં તેના મિત્ર એ કહ્યુ કે એ તો સારી વાત કહેવાય, પછી દીકરીના બાપે કહ્યુ કે લગન લખી નાખ્યા, તેના જવાબમાં તેના મિત્ર એ કહ્યુ કે આ તો ખુબ જ સારી વાત કહેવાય, પરંતુ તારે અત્યારે મારુ શુ કામ પડ્યુ તુ અડધિ રાત્રે અહિ કેમ આવ્યો એનો જવાબ આપ મને.

તેનો જવાબ આપતા દીકરીનો લાચાર બાપ બોલ્યો કે તને મારા પર વિશ્વાસ હોય તો મને એક લાખ રુપિયા આપ બને એટ્લા વહેલા તને પાછા આપી દઇશ. ત્યારે તેના મિત્ર એ એક લાખ રુપિયા રોકડા દીકરીના પિતાના હાથમાં આપી દીધા. અને કહ્યુ કે તારે સગવડ થાય ત્યારે આપજે કોઇ જ ઉતાવડ ન કરતો. તેમજ કહ્યુ કે આ વાત અંગત રાખજે અને તુ બીજી કંઇ જ ચીંતા કરતો નહિ હજુ વધારે પૈસાની જરુર પડે તો હુ બેઠો છુ. દીકરીનો બાપ પૈસા લઇને રવાના થાય છે.

તે ગયો એટલે તેનો મિત્ર તેના રૂમમાં જઇને રડવા લાગ્યો. ત્યારે તેની પત્નિએ કહ્યુ કે પૈસા પાછા આવશે કે નહિ એની ચિંતામાંં રડો છો? આ પ્રશ્ન નો જવાબ આપતા મિત્ર બોલ્યો કે મને એની જરાય ચિંતા નથી કે પૈસા પાછા આવશે કે નહી પરંતુ મને દુખ એ વાતનુ છે કે આટલા વર્ષોથી અમે મિત્ર હોવા છતા હુ મારા મિત્રની પરિસ્થીતી અને તેનો ખરાબ સમય સમયે સમજી ના શક્યો મને દુખ એ વાત નુ છે કે મારો મિત્ર આજે સામેથી મારી પાશે મદદ માંગવા આવ્યો. સામેથી મારે તેની મદદ કરવી જોઇએ પરંતુ હુ તેની આ પરીસ્થીતી સમજી ના શક્યો. આ સાંંભળતા જ તેની પત્ની પણ રાજીના રેડ થઇ ગઇ.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…