ભૂલેચૂકે સાંજનાં સમયે ભૂલથી પણ નહિ કરતા આ ગંભીર ભૂલો, નહીં તો ગરીબી ઘર કરી બેસશે

325
Published on: 3:01 pm, Wed, 27 October 21

થોડા દિવસ બાદ જ ધનતેરસનો પરમ પવિત્ર દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે આ દિવસે નવી વસ્તુની ખરીદી કરવાથી લક્ષ્મી માતાની કૃપા બની રહેતી હોય છે. આની સાથે જ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બને છે નહીં તો આપનાં ઘરમાં ગરીબી ઘર કરી બેસશે.

વાસ્તુ શાસ્ત્રમાં ઘર-ઓફિસ સંબધિત કામકાજ તેમજ તેમને કરવાની રીતો અંગે પણ જણાવાયુ છે કે, જેથી કરીને યોગ્ય સમયે થયેલ કામ ખુબ સારા પરિણામ આપે છે. સાથે જ જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે. આવું જ એક દરરોજે કરવામાં આવતું કામ એટલે ઘરની સાફ-સફાઈ છે.

ધર્મ-જ્યોતિષમાં જણાવ્યા પ્રમાણે સાવરણીમાં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ રહેલો હોય છે. જો ઝાડુંનો ઉપયોગ યોગ્ય રીતે તેમજ યોગ્ય સમયે કરવામાં આવે નહીં તો ધીમે-ધીમે ઘરનો બધો જ પૈસો જતો રહે છે તેમજ વ્યક્તિ ગરીબ થઈ જાય છે. આવો જાણીએ કે, ઘરમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા સાવરણી સંબંધિત કઈ બાબતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.

આ બાબતોનું રાખો ખાસ ધ્યાન:
ક્યારેય પણ ઝાડુંને પગ ન મારો. જો ભૂલથી પણ પગ ઝાડુંને લાગી જાય તો તેને નમન કરીને માફી માંગો. સાથે જ ક્યારેય પણ કોઈ પણ જાનવરને મારવા તેમજ ભગાડવા માટે ઝાડુંનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જયારે સૂર્યાસ્ત દરમિયાન તેમજ બાદમાં ઘરમાં ઝાડું ન વાળો. આવું કરવાથી લક્ષ્મી ઘરમાંથી જતી રહે છે.

સાથ-સાથે જ કિચનમાં ક્યારેય પણ ઝાડુંં મૂકવું જોઈએ નહીં. જેનાથી ઘરના તમામ સભ્ય હંમેશા બીમાર જ રહેતા હોય છે. જો એવું લાગે તો શનિવારે જ ઝાડુંંની ખરીદી કરવી જોઈએ તેમજ ક્યારેય પણ પંચકમાં ઝાડુંં ખરીદવું જોઈએ નહીં.  ઝાડુંને હંમેશા આડું કરીને તેમજ છૂપાવીને રાખવું જોઈએ.

ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, એવી જગ્યાએ સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ કે, જ્યાં તમામ લોકોની નજર તેના પર પડે. આની સાથે જ ઝાડુંને તિજોરીથી અડાડીને અથવા તો બાથરૂમ-ટોયલેટ પાસે પણ ન રાખવું જોઈએ. ઝાડુંને ક્યારેય ગંદા પાણીથી ધોવું પણ ન જોઈએ.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…