મિત્રની છેતરપિંડીએ બદલ્યું જીવન, અખબારો વહેંચીને નીરીશ રાજપૂત બન્યા IAS ઓફિસર

143
Published on: 5:50 pm, Thu, 3 March 22

UPSC પરીક્ષાની ગણતરી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાં કરવામાં આવે છે. તેના ત્રણ તબક્કા પસાર કરવા સરળ નથી હોતા. જો કે, UPSC પરીક્ષા પાસ કરનાર અધિકારીઓની સફળતાની વાર્તા સંભાળીને આપણને ઘણી ખુશી થાય છે. આ મધ્યપ્રદેશના વતની નિરીશ રાજપૂત છે. એક સમયે, આર્થિક પરિસ્થિતિ સામે લડવાની સાથે, તેણે એક ખાસ મિત્રનો વિશ્વાસઘાત પણ સહન કર્યો હતો. આ છેતરપિંડીએ તેને UPSCની પરીક્ષા આપવા માટે તૈયાર કરી હતી. જાણો IAS નિરીશ રાજપૂતની સક્સેસ સ્ટોરી. તમે તેમની પાસેથી પ્રેરણા પણ લઈ શકો છો.

એક સમયે અખબારો વેચતા હતા:
IAS નિરીશ રાજપૂતે પોતાના જીવનમાં ઘણી મુશ્કેલની ક્ષણો જોઈ છે. તેના પિતા દરજી હતા અને નીરીશ પાસે તેની ફી ભરવા માટે પણ પૈસા ન હતા. નિરીશ ઘરોમાં અખબારો વહેંચીને તેની ફી માટે પૈસા એકઠા કરતો હતો. તેણે B.Sc અને M.Sc બંનેમાં ટોપ કર્યું હતું. આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં હોવા છતાં તેણે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી અને સફળતા મેળવીને આઈએએસ ઓફિસર બન્યા.

મિત્રએ મોટી છેતરપિંડી કરી હતી:
નીરીશ રાજપૂત ઘરની આર્થિક સ્થિતિ સાથે ફક્ત યુદ્ધ નહીં, તેના એક ખાસ મિત્રએ પણ છેતરપિંડી કરીને તેની મુશ્કેલીઓ વધારી દીધી હતી. નિરીશના મિત્રએ UPSC કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ખોલી હતી. નિરીશ તેમાં વિદ્યાર્થીઓને ભણાવતો હતો. પરંતુ 2 વર્ષની મહેનત પછી જ્યારે સંસ્થા સારી રીતે ચાલવા લાગી ત્યારે તે મિત્રએ નિરીશને ત્યાંથી કાઢી  મુક્યા હતા.

બીજા મિત્રએ મદદ કરી:
આ છેતરપિંડી બાદ નિરીશ દિલ્હી ગયો હતો. ત્યાં તેણે UPSC પરીક્ષાની તૈયારી કરી રહેલા મિત્ર પાસેથી નોટો ઉછીની લીધી. ખરેખર, નિરીશ પાસે કોચિંગમાં જોડાવા માટે પૈસા પણ નહોતા. જો કે, પોતાની મહેનતના આધારે નીરીશ 370મો રેન્ક હાંસલ કરીને IAS ઓફિસર બન્યા હતા.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…