પ્રેમલગ્નનો આવ્યો કરુણ અંજામ: વડોદરામાં પતિ તેની પત્ની સાથે કરતો મારપીટ અને બીજી છોકરી…સમગ્ર ઘટના જાણો એક ક્લિક પર

310
Published on: 4:50 pm, Tue, 21 December 21

1-2 મહિનાથી થયેલા પ્રેમમાં છોકરીઓ કઈ વિચાર્યા વગર પોતાના પ્રેમી સાથે ભાગી જાય છે. એવો જ એક કિસ્સો વડોદરા શહેરમાં બન્યો છે. રાજસ્થાનના અલવર ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ક્રીપા રામઅવતાર શર્માએ વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની પુત્રી નમિતાએ વર્ષ 2005માં અલવરમાં રહેતા અમીત કુમાર શર્મા સાથે લવમેરેજ કર્યાં હતાં.

જેથી ત્રણ વર્ષ સુધી નમિતા સાથે અમારે કોઇ સંપર્ક ન હતો અને તે અમારા ઘરે પણ આવતી ન હતી. વર્ષ 2008માં નમિતાએ પરિવારનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તે પિયરમાં આવતી-જતી હતી. જો કે, તેનો પતિ અમિત શર્મા ક્યારેય ઘરમાં આવતો ન હતો અને નમિતાને મુકીને ઘરની બહારથી જ જતો રહેતો હતો. વર્ષ 2014માં નમિતાના પિતા નોકરીમાંથી નિવૃત્ત થતાં 20 લાખ રુપિયા મળ્યા હતાં. જેથી અમિતે પત્ની નમિતાને ફ્લેટ અને કાર ખરીદવા માટે પિતા પાસેથી રૂપિયા લઇ આવવા દબાણ કર્યું હતું.

રૂપિયા ન આપતા અમિતે દારૂ પી ને નમિતા સાથે મારઝૂડ કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન વર્ષ 2013 અને 2014માં નમિતા બે વખત ગર્ભવતી થઇ હતી, પરંતુ, પતિએ બાળક નથી રાખવું તેમ કહીને ગર્ભપાત કરાવી દીધો હતો. નમિતાએ વર્ષ 2016માં અલવરમાં પતિ સામે પોલીસ ફરિયાદ કરી હતી. જો કે પતિ અમિતે હવે ફરી મારઝૂડ નહીં કરે કહી સમાધાન કરી લીધું હતું અને તેને સાસરીમાં તેડી ગયો હતો. સાસરીમાં પરત ગયા બાદ પણ અમિતનો નમિતા પર અત્યાચાર બંધ થયો ન હતો

અને ડિસેમ્બર 2020માં તેઓ બંને વડોદરાના ગોત્રી વિસ્તારની જયઅંબે સોસાયટીમાં રહેવા માટે આવ્યા હતાં. વડોદરા આવ્યા બાદ પણ અમિતે નમિતા પર જુલમ ગુજારવાનું ચાલુ રાખ્યું હતું. જેથી નમિતાએ તેને થયેલ ઇજાના નિશાનના ફોટો માતા ક્રિપા શર્માને વોટ્સએપ પર મોકલી આપ્યા હતાં અને ગત 19 મેના રોજ અમિત નમિતાને રાજસ્થાન સ્થિત માતાના ઘરે પરત મુકી ગયો હતો.

નમિતાએ કહ્યું હતુ કે અમિત રોજ રાત્રે દારૂ પીને મને હેરાન પરેશાન કરે છે તેમજ મારઝૂડ કરે છે તેથી તે પતિ સાથે હવે રહેવા માંગતી નથી. જો કે ઘટનાના એક મહિના બાદ જૂન મહિનામાં ફરી અમિતનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, હું તારા વગર રહી શકીશ નહીં. હવે તારી સાથે મારઝૂડ નહીં કરું એમ કહી નમિતાને સાથે વડોદરા લઇ ગયો હતો. દરમિયાન ગત સપ્ટેમ્બર મહિનામાં નમિતાને પરીક્ષા હોવાથી તે રાજસ્થાન પરત માતાને ઘરે આવી હતી. નમિતાએ માતાને આપવીતી જણાવતા કહ્યું હતું કે, અમિતના બીજી કોઇ છોકરી સાથે પ્રેમ સંબંધ છે અને તે છોકરીને એક મહિનો વડોદરામાં જુદીજુદી જગ્યાએ ફેરવી છે.

તેથી હવે અમિતના ઘરે હું પરત નહીં જોઉ. જો કે, 4 ઓક્ટોબર 2021ના રોજ ફરી અમિત રાજસ્થાન આવ્યો હતો અને નમિતાને સાથે લઇ ગયો હતો. દરમિયાન તેઓ જયપુર ગયા હતા અને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને માતાને ફોન કર્યો હતો કે અમિત નહીં સુધરે હું પરત ઘરે આવું છું. જો કે, અડધા કલાક બાદ નમિતાએ વોટ્સપએપ પર માતાને મેસેજ કર્યો હતો કે, મેં અમિત કે સાથે જા રહી હું. પતા લગ ગયાના ગલતી કિસકી હે, ઇસલિયે અભી કોઇ બાત કિસિસે કહના મત, મે અપની જિંદગી કો લાસ્ટ મૌકા દે રહી હું, બસ આપ અભી કિસીસે કુછ મત કહના. જો કે, ત્યારબાદ પણ અમિત તેની સાથે મારઝૂડ કરતો રહ્યો હતો.

ગત 7 ડિસેમ્બરે નમિતાએ માતાને ફોન કરી કહ્યું હતું કે તે વડોદરા પહોંચી ગઇ છે. હાલ મુડ નથી, જેથી જમવાનું બનાવવાની નથી અને હલકું ફુલકું જમી લઇશ. 7 ડિસેમ્બરની રાત્રે જ નમિતાની માતા ક્રિપા શર્માને ફોન આવ્યો હતો કે, તમારી દીકરીએ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસોખાઇ આપઘાત કરી લીધો છે અને મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. નમિતાની માતાએ આક્ષેપ કર્યો હતો કે, અમિત વારંવાર નમિતાને કહેતો કે, તને હવે બાળકો થતાં નથી, તું મરી જાય તો બીજા લગ્ન કરવા છે તેવા મ્હેણા ટોણા મારતો અને મારઝૂડ કરતા તેમની દીકરી ત્રાસ સહન ન થતાં આપઘાત કરવો પડ્યો છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…