બાઈક રેસ બની જીવનની છેલ્લી રેસ: રાજકોટ-જામનગર હાઈવે પર અકસ્માત સર્જાતા 2ના ઘટનાસ્થળે જ કરુણ મોત

100
Published on: 4:40 pm, Thu, 17 February 22

આજકાલ અકસ્માતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે રાજકોટ જામનગર હાઈવે પર ફરીવાર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જે અકસ્માતમાં 2 યુવકના કરૂણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ત્રણ યુવકો બાઈક પર પુરપાટ ઝડપે સવારી કરી રહ્યા હતા. આ દરમિયાન, બાઈક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું જેના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, ગઈકાલે મોડી રાત્રે રાજકોટ શહેરના જામનગર રોડ પર પડધરી પાસેના મોવિયા સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં વિશાલ અને પરેશ ઉર્ફે પિન્ટુ નામના બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે ભરત નામના યુવકને ગંભીર ઈજા થઈ હતી. જેને રાજકોટમાં દાખલ કરવામાં આવ્યો હતો. બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં મૃતક યુવક અને તેના મિત્રો બાઇક પર સવાર થઇને બાઇક રેસ કરી રહ્યા હતા. જેમાં બાઇક સવારો ખતરનાક સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. જાણવા મળ્યું છે કે, મૃતકોની ઓળખ વિશાલ મનોજભાઈ જાદવ (ઉંમર 25) અને પરેશ હકાભાઈ સાકરિયા (ઉંમર 23) તરીકે થઈ છે. અકસ્માતમાં 16 વર્ષીય કરણ ભરતભાઈને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. કરણ અને પરેશ બંને પિતરાઈ ભાઈ હતા. મૃતક વિશાલ અને પરેશના પરિવારજનોને જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

મૃતક પરેશ કારખાનામાં કામ કરતા બે ભાઈમાં નાનો હતો. તેમના મૃત્યુથી દોઢ વર્ષની બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પરેશના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા અને પોલીસ તપાસમાં તેના પિતા ડ્રાઇવિંગ કરતા હોવાનું બહાર આવ્યું છે.

આ યુવાનોની બાઇક રેસથી હાઇવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. બાઇક સવારો વધુ ઝડપે કાર સહિતના મોટા વાહનોને ઓવરટેક કરતા જોવા મળ્યા હતા. આ રેસમાંથી અન્ય બાઇક સવારોએ તેમની કાર ઉભી રાખી અને તેમને આગળ જવા દીધા હતા.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…