જાણો કોરોનાથી સાજા થયા બાદ તરત જ ફેંકી દયો ટૂથબ્રશ, નહીંતર ઘરમાં સંક્રમણ ફેલાતાં વાર નહીં લાગે

128
Published on: 5:24 am, Sun, 9 May 21

આ કોરોના મહામારીમાં ઘણાં લોકો કોરોનાનો શિકાર બન્યા છે અને ઘણા લોકો તો મૃત્યુ પણ પામ્યાં છે. જો તમે તાજેતરમાં જ કોરોનાની બિમારીમાંથી સાજા થયા છો તો તમારે વધારે સાવધાનીઓ રાખવી પડશે. કોરોનાથી બચવા અનેક લોકોએ સલાહ આપી હશે પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યાં છીએ તે કદાય પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય.

આ સલાહ એ છે કે, સૌથી પહેલા તમે તમારૂ ટૂથબ્રશ બદલી નાખો. કોરોનાના સંક્રમણને રોકવા માટે આ ખુબ જ જરૂરી છે. લેડે હાર્ડિંગ મેડિકલ કોલેજના ડેંટલ સર્જરીના એચઓડી ડૉ, પ્રવીણ મેહરાએ કહ્યું હ્તુ કે, જે વ્યક્તિ તાજેતરમાં જ કોરોનાથી રિકરવ થયો છે તેને પોતાનું ટુથબ્રશ બદલી નાખવું જોઈએ.

એમ કરવાથી ના માત્ર વ્યક્તિને ફરીથી કોરોના સંક્રમિત થવાની શક્યતા ઘટી જશે પણ ઘરમાં રહેતા અન્ય સભ્યોને પણ સંક્રમણથી બચાવી શકાય જે એક જ વોશરૂમનો ઉપયોગ કરે છે. આકાશ હેલ્થકેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની કંસલ્ટંટ ડૉ, ભૂમિકા મદાને એ વાતને લઈને સહમતિ વ્યક્ત કરતા કહ્યું હતું કે, શરદી, ખાંસી અને ફ્લ્યૂમાંથી બહાર આવનારા લોકોને ટૂથબ્રશ બદલવાથી ખુબ જ ફાયદો થશે.

જો તમને કોરોના થયો છે તો લક્ષણ દેખાયાના 20 દિવસ બાદ પોતાનો ટુથબ્રશ અને ટંક ક્લિનર એટલે કે ઉલિયુ બદલી નાખવુ જોઈએ. કોરોનામાંથી બહાર આવ્યા બાદ મૌખિક સ્વચ્છતા, ટૂથબ્રશ અને જીભની સભાઈના મહત્વને સમજવુ જરૂરી છે. WHOના જણાવ્યા પ્રમાણે વાયરસ સંક્રમિત વ્યક્તિના છિંકવાથી, ખાંસી ખાવાથી કે જોરથી બોલવાથી મોઢામાંથી નિકળતી બુંદોથી ફેલાય છે. લોકો વાયરસથી દૂષિત સપાટીઓ પર સ્પર્ષ કરવાથી પણ સંક્રમિત થઈ શકે છે.

કારણ કે આ વાયરસ હવામાં પણ હાજર રહે છે માટે એકવાર સંક્રમિત વ્યક્તિના શરીરથી બહાર નિકળ્યા બાદ તે હવામાં ફેલાય છે અને બીજાને સંક્રમિત કરી શકે છે. આ વર્ષે જાન્યુઆરીમાં બ્રાઝિલના સંશોધનકર્તાઓએ કોરોનાના સંચરણ પર મૌખિક સ્વચ્છતાની અસરને સમઝવા માટે એક અધ્યયન કર્યું હતું. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, ટૂથબ્રશને બેક્ટેરિયા ફ્રી રાખવા માટે ઓરલ હાઈજીન રાખવુ જરૂરી છે. તે સંક્રમણને ઓછુ કરવામાં મદદરૂપ બને છે. આ અધ્યયનમાં સંક્રમિત રોગોની જર્નલમાં પ્રકાશિક કરવામાં આવ્યું હતું.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…