આ મંદિરમાં થાય છે હજારો કિલો સાકરનો વરસાદ, જો એક ટુકડો પણ તમને મળ્યો તો થઈ જશે તમારો બેડો પાર!

246
Published on: 7:35 am, Mon, 24 May 21

શ્રી સંતરામ મહારાજે જીવતા સમાધિ લીધી ત્યારે આકાશમાંથી સાકર અને પુષ્પવર્ષા થઇ હતી અને પૂજ્યશ્રીના ભ્રમરંગમાંથી પ્રાણ છૂટ્યાં ત્યારે તૈયાર રાખેલાં ઘીના બે દીવડાંની જ્યોત ઝળહળી ઉઠી હતી. દીવા આપોઆપ પ્રગટી ઉઠ્યાં હતા. આપણો ભારત દેશ અનેક ધર્મ અને પરંપરા સાથે સંકળાયેલો છે.

નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજથી 189 વર્ષ પૂર્વે શ્રી સંતરામ મહારાજે મંદિરના પ્રાંગણમાં સમાધિ લેતા અગાઉ શુધ્ધ ઘીના બે દીવા તૈયાર રાખવાનું ભક્તોને કહ્યું હતું. જે જ્યોતની હાલમાં પણ પૂજા કરવામાં આવે છે આજે યોજાયેલ સાકર વર્ષાના પ્રસંગે મંદિર પરિસરમાં 3 હજાર મણ સાકરની વર્ષા કરવામાં આવી હતી.

પ્રાણ જવાથી બે દીવા પ્રગટશે, એમના કહ્યા પ્રમાણે જ્યોતની માનતા રાખે છે. દરવખતે ત્રણ લાખ લોકો દર્શન કરતા હોય છે. સંતરામ મહારાજે જ્યારે સમાધી લીધી ત્યારે આકાશમાંથી સાકર વર્ષા થઇ હતી અને 3 હજાર મણ સાકર વર્ષા કરવામાં આવશે. નિર્ગુણદાસ મહારાજે આ વિશે જણાવ્યું હતું કે, સંતરામ મહારાજે મહાસુદ પૂનમે આ જ સમયે ગાયો પરત આવે ત્યારે જીવિત સમાધિ લીધી હતી.

નડિયાદના શ્રી સંતરામ મંદિરમાં આજે મહાસુદ પૂનમના પાવન પર્વે પરંપરાગત સંતરામ મહારાજના 189મા સમાધિ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સાથે સાથે મંદિરની બહાર 2 કિલોમીટર લાંબો લોકમેળો પણ યોજાતો હોય છે. જ્યારે રાતે 8 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. પુનમ હોવાથી નડિયાદ શહેર સહિત દેશ વિદેશથી આવેલા ભક્તો મેળાનો પણ આનંદ માણતા જોવા મળ્યા હતા.

આ મેળો ત્રણ દિવસ સુધી ચાલશે. જેના પગલે ટ્રાફિકને ડાર્યવર્ઝન આપવામાં આવ્યું છે.ચાલુ વર્ષે મેળાને પગલે 4 પીઆઇ, 15 પીએસઆઇ તથાસ 150થી વધુ પોલીસ જવાનો ખડેપગે સેવા બજાવી રહ્યા છે. પુનમના પગલે વહેલી સવારે 3 વાગે મંગળા આરતી કરવામાં આવી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…