સૂર્યાસ્ત સમયે ક્યારેય પણ ન કરવું જોઈએ આ કામ, નહિં તો પૈસા ટકે થઈ જશો પાયમાલ

526
Published on: 9:58 am, Tue, 10 August 21

સ્ત્રીઓનું અપમાન પાપ માનવામાં આવ્યું છે, અને જે લોકો આ પાપ કરે છે તે ક્યારેય સુખી નથી રહી શકતા.ધ્યાન રાખો કે સાંજનાં સમયે ઝાડુ ન લગાવવું જોઈએ. આવું કરવાથી ઘરમાંથી સકારાત્મક ઊર્જા નીકળી જાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. સાંજનાં સમયે કોઈપણ પરિસ્થિતિમાં કોઈ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ.

ઘરની અંદર હોય કે બહાર, સ્ત્રીઓ સાથે હંમેશા યોગ્ય રીતે જ વ્યવહાર કરવો જોઈએ. સાંજ પહેલાં જ ઘર સાફ કરી લેવું જોઈએ. તુલસીને જળ ચઢાવવા માટે સવારનો સમય શ્રેષ્ઠ હોય છે. સાંજનાં સમયે તુલસીને ન તો જળ ચઢાવવું જોઈએ કે ન તો પાન તોડવા જોઈએ. સાંજે તુલસીને અડકવું પણ ન જોઈએ.

સાંજનાં સમયે સૂવું સ્વાસ્થ્ય માટે સારું નથી. જે લોકો સાંજે નિયમિત રૃપે સૂઈ જાય છે; તેઓ જાડાપણાનો ભોગ બની શકે છે. બીમાર કે વૃદ્ધ લોકો અથવા ગર્ભવતી સ્ત્રી સાંજના સમયે સૂઈ શકે છે. સ્વસ્થ લોકોએ સાંજે સૂવું ન જોઈએ નહિ તો આળસ વધશે. જે ઘરમાં લોકો સાંજે સૂઈ જાય છે, ત્યાં લક્ષ્મી વાસ નથી કરતી. પતિ-પત્નીએ સાંજનાં સમયે સંબંધ ન બનાવવા જોઈએ.

આ કામ માટે રાતનો સમય સર્વશ્રેષ્ઠ છે. સાંજે ઘરનું વાતાવરણ ર્ધામિક અને પવિત્ર બનાવી રાખવું જોઈએ. સંબંધ બનાવ્યા પછી શરીરની પવિત્રતા ખતમ થાય છે. તેથી સાંજે આ કામથી બચો. કેટલાક લોકોને ટેવ હોય છે કે તેઓ સાંજનાં સમયે નશો કરે છે. આ ખોટી આદત છે. નશો ક્યારેય કોઈને માટે લાભદાયક ના હોઈ શકે. આને કારણે શરીર નબળું પડે છે. સાથે જ ઘરની શાંતિ પણ ખતમ થઈ જાય છે.

નશાની હાલતમાં સમજવા-વિચારવાની શક્તિ નષ્ટ થઈ જાય છે, અને વ્યક્તિ સાચા-ખોટાનો ફરક ભૂલી જાય છે. તેથી નશો ન કરવો જોઈએ. બીજાની વાતો કરવી કે બીજાની નીંદા કરવી પણ પાપ જ છે. આ કામથી હંમેશા બચવું જોઈએ. ખાસ કરીને સાંજનાં સમયે કોઈ નીંદા કે ચુગલી ન કરો. કેટલાક લોકોને બીજાની નીંદા કરવામાં આનંદ મળે છે, પણ આવું કરવાથી આપણને કોઈ ફાયદો થતો નથી. ઉપરથી સમાજમાં આપણું માન ઘટે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…