ખુબ જ રહસ્યમય છે ગાયત્રી માં નું આ મંદિર, ‘આ મંદિર’ના ચમત્કારો જાણીને ઉડી જશે તમારા હોશ

407
Published on: 5:48 am, Mon, 21 June 21

ભારત દેશ એક ધાર્મિક દેશ માનવામાં આવે છે, અહિયાં ધર્મ અને ભગવાન પર બધાની ખુબ જ શ્રદ્ધા રહેલી છે. ગાયત્રી મંત્ર ગાયત્રી માં સાથે જોડાયેલો મંત્ર છે. ગાયત્રી માં ને પ્રસન્ન કરવા માટે આ મંત્ર બોલવામાં આવે છે. આ એક ચમત્કારી મંત્ર માનવામાં આવે છે અને આ મંત્રનો જાપ કરવાથી ન ફક્ત ગાયત્રી માં પણ દરેક દેવી-દેવતાઓની કૃપા મેળવી શકાય છે.

ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।।
ગાયત્રી મંત્રનો અર્થ : સૃષ્ટિકર્તા પ્રકાશમાન પરમાત્માના તેજનું અમે ધ્યાન કરીએ છીએ, પરમાત્માનું આ તેજ અમારી બુદ્ધિને સદ્દમાર્ગ તરફ ચાલવા માટે પ્રેરિત કરે.

વેદોમાં આ મંત્રને સૌથી મોટો અને મહત્વપૂર્ણ મંત્ર માનવામાં આવ્યો છે. વેદોમાં ગાયત્રી માં ને માં પાર્વતી, સરસ્વતી, લક્ષ્મીના અવતાર કહેવામાં આવ્યા છે. સાથે જ તેમને બ્રહ્માની બીજી પત્ની પણ કહેવામાં આવે છે. વેદોમાં તેમને જ્ઞાન-ગંગાનું નામ પણ આપવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર એક વાર ભગવાન બ્રહ્મા એક યજ્ઞમાં શામેલ થયા હતા. આ યજ્ઞમાં પત્ની સાથે બેસવું ફરજીયાત હતું.

પણ બ્રહ્માજીની પત્ની સાવિત્રી કોઈ કારણવશ તેમની સાથે આ યજ્ઞમાં નહિ આવી શક્યા. યજ્ઞમાં શામેલ થવા માટે બ્રહ્માજીએ દેવી ગાયત્રી સાથે લગ્ન કરી લીધા, અને તેમની સાથે આ યજ્ઞમાં શામેલ થયા. આમ માતા ગાયત્રી બ્રહ્માજીના બીજી પત્ની કહેવાય છે.

ગાયત્રી માતાનું આ મંદિર છે ખુબ જ રહસ્યમય, અહીંયા માતાની મૂર્તિ તરે છે પાણીમાં, જાણો આ અદ્દભુત મંદિર વિષે. મધ્ય પ્રદેશમાં ગાયત્રી માં નું એક પ્રસિદ્ધ મંદિર છે. અહીં પર ગાયત્રી માં ની એક વિચિત્ર મૂર્તિ છે. આ મંદિરનું નામ નૃસિંહ મંદિર છે જે નૃસિંહ ભગવાનને સમર્પિત છે. અને આ મંદિરની અંદર માં ગાયત્રીની એક અનોખી મૂર્તિ મુકવામાં આવી છે.

હકીકતમાં નૃસિંહ મંદિરમાં માં ગાયત્રીને જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તેના ત્રણ પગ છે. માં ગાયત્રીની આવી મૂર્તિ કદાચ જ કોઈ મંદિરમાં જોવા મળે. ભગવાનની ત્રણ મુખ અથવા ચાર ભુજા વાળી મૂર્તિ હોવી સામાન્ય વાત છે, પણ આ પહેલી એવી મૂર્તિ છે જેના ત્રણ પગ છે. આ મંદિરના પૂજારી અનુસાર ત્રણ પગ વાળી મૂર્તિ આ મંદિર સિવાય કોઈ પણ મંદિરમાં નથી.

ગાયત્રી માં ની આ મૂર્તિને ‘ત્રિપદા ગાયત્રી’ કહેવામાં આવે છે અને આ મંદિરમાં આવીને માંગેલી દરેક મનોકામના પુરી થઈ જાય છે. નૃસિંહ મંદિરમાં ગાયત્રી માં સાથે નૃસિંહની પણ મૂર્તિ છે અને તે મૂર્તિ પાણીમાં તરે છે. આ મંદિર એક પ્રાચીન મંદિર છે અને આ મંદિરને કોણે બનાવ્યું છે અને આ મૂર્તિ ક્યારે સ્થાપિત કરવામાં આવી તે હજુ પણ એક રહસ્ય બનેલું છે.

ગાયત્રી માં નું આ મંદિર મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લાના હાટપીપલ્યા ગામમાં આવેલું છે. ગાયત્રી મંત્ર શક્તિશાળી મંત્ર છે અને આ મંત્રનો જાપ કરવાથી શરીર રોગ મુક્ત રહે છે. જે લોકો રોજ આ મંત્રનો જાપ કરે છે, તે લોકોનું જીવન ખુશીઓથી ભરાયેલું રહે છે. શાસ્ત્રો અનુસાર ગાયત્રી મંત્રનો દિવસમાં ત્રણ વાર પાઠ કરવાથી દરેક મનગમતી વસ્તુ મળી જાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…