આ એક વર્ષનો ટેણીયો દર મહીને કમાય છે 75 હજાર રૂપિયા અને તે કરી ચુક્યો છે 45 ફ્લાઈટ્સમાં મુસાફરી

244
Published on: 3:14 pm, Fri, 22 October 21

એક વર્ષનું બાળક શું કરી શકે? બધા આવું જ વિચારતા હોય છે. પરંતુ આજના આ લેખમાં આપણે જાણીશું કે 1 વર્ષનું બાળક શું કરી શકે છે. વર્ચ્યુઅલ વર્લ્ડમાં આવો જ એક ઉભરતો સ્ટાર્સ અત્યારે પોપ્યુલર થઈ રહ્યો છે. જે માત્ર એક વર્ષનો બાળક છે. તે આખી દુનિયા ફરે છે અને દર મહિને લગભગ એક હજાર ડોલર એટલે કે 75 હજાર રૂપિયાની કમાણી પણ કરે છે. ડેઇલી મેલના રિપોર્ટના અનુસાર, બાળકનું નામ બ્રિગ્સ છે.

માત્ર એક વર્ષની ઉંમરમાં અત્યાર સુધી 45 ફ્લાઈટ્સમાં મુસાફરી કરી ચૂક્યો છે. અલાસ્કા, કેલિફોર્નિયા, ફ્લોરિડા, ઉટાહ, ઈડાહો સહિત અમેરિકાના 16 રાજ્યો ફરી ચૂક્યો છે. બ્રિગ્સની માતા જેસ જણાવે છે કે તેનો જન્મ ગયા વર્ષે 14 ઓક્ટોબરના રોજ થયો હતો, અને માત્ર ત્રણ જ અઠવાડિયાની અંદર તેને પોતાની પહેલી ટ્રિપ કરી હતી. તે અલાસ્કામાં રિંછ જોઈ ચૂક્યો છે.

 

યેલોસ્ટોન નેશનલ પાર્કમાં વરુ, અને ઉટાહમાં ડેલીકેટ આર્ક અને કેલિફોર્નિયાના બીચની મજા માણી ચૂક્યો છે. અત્યારે તે દુનિયાનો સૌથી નાની ઉંમરનો ટ્રાવેલ ઇન્ફ્લ્યુઅન્સર હોઈ શકે છે. જેસે જણાવ્યું કે, કોવિડ પછી, અમે તમામ પ્રોટોકોલનું ધ્યાન રાખીને મુસાફરી કરીએ છીએ.

અમારું ફોકસ રોડ ટ્રિપ અને લોકલ વેકેશન પર હોય છે, જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શકે. બેબી બ્રિગ્સને મુસાફરી દરમિયાન ફ્રી ડાયપર અને વાઇપ્સને સ્પોન્સર્સ કરવામાં આવે છે. બ્રિગ્સના ઈન્સ્ટાગ્રામ પર 30 હજાર ફોલોઅર્સ છે. તેની માતા જેસ પહેલાથી જ ‘પાર્ટ ટાઈમ ટૂરિસ્ટ’ નામથી બ્લોગ ચલાવે છે. તેના ટ્રાવેલિંગ પેડ હોય છે. એટલે કે ટ્રાવેલિંગના પૈસા મળે છે અને રિવ્યુ લખવાનું કામ કરે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…