પરમ પવિત્ર કારતક માસમાં કરો તુલસી અને આંબળાના ઝાડની પૂજા- મળશે અનેક અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ

269
Published on: 6:34 pm, Sat, 30 October 21

પરમ પવિત્ર કારતક માસની શરૂઆત 5 નવેમ્બરથી થઈ રહી છે ત્યારે આ મહિનો 4 ડિસેમ્બરે પૂર્ણ થશે. ધર્મગ્રંથોમાં કારતક માસને ખૂબ જ અગત્યનો ગણાવાયો છે. આ માસના સ્વામી ભગવાન વિષ્ણુ રહેલા છે. કારતક માસના સુદ પક્ષની એકાદશીનાં દિવસે ભગવાન યોગ નિદ્રામાંથી જાગે ત્યારે ચાતુર્માસ પૂરો થાય છે.

આ મહિને ભગવાન વિષ્ણુની સાથોસાથ તુલસી તથા આંબળાના ઝાડની પૂજા કરવાની પરંપરા રહેલી છે. ધર્મગ્રંથોમાં જણાવ્યા મુજબ કારતક માસમાં આંબળા તેમજ તુલસીની પૂજા કરવાથી તમામ કષ્ટો દૂર થાય છે. આંબળા તથા તુલસીને લક્ષ્મીજીનું સ્વરૂપ હોવાનું મનાય છે.

જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર કહે છે કે, આ મહિને સવારમા વહેલા જાગીને તીર્થના જળથી સ્નાન કર્યા બાદ સવારમા જલ્દી પૂજા કરવાનું વિધાન રહેલું છે. આની સાથે જ સવાર-સાંજ એમ બંને સમય તુલસીની પૂજા કરવામાં આવતી હોય છે તેમજ દીવો પ્રગટાવવામાં આવે છે. કારતક માસમાં દીપદાન કરવાથી અનેકગણા યજ્ઞોનું પુણ્ય મળતું હોય છે.

આંબળાની પૂજાઃ
કારતક માસમાં સવારમા જલ્દી જાગીને પાણીમાં ગંગાજળ ભેળવીને આંબળાના ઝાડ પર અર્પણ કરવું જોઈએ. બાદમાં ચંદન, ચોખા, નાડાછડી તેમજ ફૂલથી ઝાડની પૂજા કરવી જોઈએ. બાદમાં ઝાડની પાસે જઈને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આમ, કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે તેમજ લક્ષ્મીજી પણ અતિ પ્રસન્ન થાય છે.

તુલસી પૂજાઃ
દૂધ તથા પાણીથી ભગવાન શાલિગ્રામનો અભિષેક કરો અને પૂજન સામગ્રી ચઢાવવો જોઈએ. અભિષેક કરવામાં આવતા જળમાંથી થોડું પાણી તમે પીવો અને બાકી તુલસીમાં ચઢાવી દેવું જોઈએ. બાદમાં ચંદન, કંકુ, ચોખા, ફૂલ તથા અન્ય પૂજન સામગ્રીઓથી તુલસી માતાની પૂજા કરવી જોઈએ.

દીપદાનથી પુણ્ય ફળ મળે છે:
ગ્રંથોમાં ઉલ્લેખ કરાયો છે કે, આ મહિને દીપદાન કરવાથી ગરીબીમાંથી મુક્તિ મળે છે. એવી પણ માન્યતા રહેલી છે કે, જેટલું પુણ્ય તમામ પ્રકારના દાન તેમજ અનેક તીર્થના દર્શન કરવાથી મળે છે, તેના સમાન પુણ્ય કારતક માસમાં તુલસી, પીપળા તથા મંદિરોમાં દીપદાન કરવાથી મળે છે. સાથે જ આ દિવસે તુલસી, આંબળા, પીપળો, નદી, તળાવ, કુવા તેમજ મંદિરોમાં દીવો પ્રગટાવવો જોઈએ.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…