આ ચમત્કારિક મોતી દુર કરશે પૈસાથી લઈને જીવનની દરેક સમસ્યા- જાણો વિગતવાર

289
Published on: 12:31 pm, Wed, 27 October 21

સુંદરતામાં વધારો કરવા તેમજ પોતાને આકર્ષક બનાવવા સ્ત્રીઓ મોતીથી બનાવેલ જ્વેલરી પહેરવાનું પસંદ કરતી હોય છે. મોતીની જ્વેલરી હાલમાં ખૂબ પસંદ પડી રહી છે. શુ તમે જાણો છો કે, મોતીનું આધ્યાત્મિક રીતે પણ મહત્વ હોવાનું મનાય છે તેમજ તમારા જીવનની તમામ સમસ્યાને દૂર કરી તમારું ભાગ્ય સારુ કરવામાં મદદરૂપ થશે.

આપને જણાવવા જઇ રહ્યા છીએ કે, કઈ રીતે મોતીની મદદથી તમારી તમામ સમસ્યાઓ તમે દૂર કરી શકો છો. જો તમે સમય પર નિર્ણય લેવામાં સક્ષમ નથી તો તમારે મોતીને તમારા હાથમાં ધારણ કરવો જોઇએ.જેથી તમે યોગ્ય નિર્ણય લઇ શકશો.

સોમવારના દિવસે ગણપતિજીનો પાઠ કરીને તેનાથી તમને તુરંત જ લાભ જોવા મળશે. જો તમે મહેનત કરી રહ્યા હો છતા પણ તમારા ઘરમાં હંમેશાથી ધન ઓછું રહેતું હોય તો તમે તમારા પૂજા સ્થાન પર બે મોતીને પીળા કપડામાં બાંધીને રાખી દો. જેથી તમારા ઘરમાં ધનની ક્યારેય પણ અછત રહેશે નહીં.

જો તમારા પરિવારમાં કોઇપણ જાતની સમસ્યા આવી રહી હોય તો તમે મોતીનો ઉપયોગ કરીને તેની સમસ્યાને દૂર કરી શકો છો. મોતીને પત્નીના ડાબા હાથમાં પહેરાવો કે, જેનાથી પરિવારમાં ખુશીઓ આવશે. સાથે જ જો તમારા બાળકનું સ્વાસ્થ્ય હંમેશા ખરાબ રહેતું હોય તો બાળકના ગળામાં ચાંદીના ચંદ્રમાની સાથે મોતી પહેરાવો.

મોતીનું જ્યોતિષીય મહત્વ:
વૈદિક જ્યોતિષીયમાં મોતી ચંદ્રમાંનું રત્ન મનાય છે. જ્યોતિષીઓનું માનવું છે કે, મોતી ધારણ કરવાથી ચંદ્રમાં મજબુત તેમજ પ્રભાવી થાય છે. આમ, ચંદ્રમાં મનનો કારક ગ્રહ છે એટલે કે, મનને પ્રભાવિત કરે છે. મન જો અસ્થિર હોય તો જીવનમાં વ્યક્તિ કોઈપણ કામમાં મન નથી લગાવી શકતા.

કોઈપણ વસ્તુમાં વધારે પડતો રસ લઇ શકતા નથી કે, જેને લીધે એને છોડી આગળ નીકળવાનો પ્રયાસ કરે છે. ત્યાં સુધી કે, તે લગ્નજીવનને પણ પ્રભાવિત કરી દે છે. આની સાથે જ મનમાં નકારાત્મક વાતો આવે છે સાથે જ અણબનાવ થઇ શકે છે. કાર્યાલયમાં પણ મન નથી લાગતું.

મોતી ધારણ કરવાથી થતા ફાયદા:
મોતી ધારણ કરવાના કેટલાય લાભ રહેલા છે કે, જેમાંથી અમે તમારા માટે થોડા ઉપયોગી તેમજ મહત્વના લાભો અંગે અહિયાં તમને જણાવવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ મોતી ધારણ કરવાથી થતા ફાયદા વિશે… મોતી ધારણ કરવાથી સૌથી વધારે લાભ માનસિક રીતે મળે છે.

મનનો કારક ગ્રહ ચંદ્રમાં છે. મોટી ચંદ્રમાંનો રત્ન છે કે, જેને ધારણ કરવાથી મનને શાંતિ મળે છે. સાથે-સાથે જ તમારી માનસિક સ્થિતિ પણ ખુબ સારી રહે છે. તમારું મનોબળ મજબુત બને છે કે, જેથી તમે તમારા જરૂરી નિર્ણયો આસાનીથી લઇ શકશો.

મોટી ધારણ કરવાનો એક અન્ય લાભ એ છે કે, તે ગુસ્સાને શાંત કરે છે. મોતીશાતલ રત્ન છે તેમજ તેના ગુણોથી તે ધારકના ગુસ્સાને શાંત કરે છે તથા તેને તેના ગુસ્સા પર નિયંત્રણ રાખવાનું સામર્થ્ય પણ આપે છે. મોતી ધારણ કરવાથી કુટુંબની સમસ્યામાંથી છુટકારો મળશે.

જો તમે કુટુંબના ઝગડાથી દુઃખી હો તો મોતી ધારણ કરવાથી આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.  આ પગલાથી તમારું જીવન બદલાઈ જશે. સાથે જ તણાવ અને મતભેદ રહેલો હોય તો તમે તમારા સાથીને અને સ્વયં પણ જ્યોતિષ સાથે ચર્ચા કરીને મોતી ધારણ કરાવીને જુઓ જરૂરથી તમને લાભ થશે તેમજ ઘરમાં સુખ અને સમૃદ્ધી આવશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…