અનેક રોગને જડમૂળથી દૂર કરે છે આ ચમત્કારીક ફળ, લોહીની ઊણપ વાળા તો ખાસ વાંચો આ લેખ

248
Published on: 12:56 pm, Sun, 28 March 21

વ્રુક્ષો, ફૂલ, ફળ-ફળાદી અને છોડ આ વધુ કુદરતે આપેલી અમુલ્ય ભેટ છે. આમાંથી એક વનસ્પતિ છે કાંટાળો થોર. આ થોર ઉપર થતું ફળ એટલે ફિંડલા. ફિડલા અનેક રોગમાં ઉપયોગી છે. ખાસ કરીને ફિડલાનો રસ કેન્સર સહિતના અનેક મહારોગોમાં ચમત્કારિક પરિણામો આપે છે. અત્યાર ના આધુનિક યુગ માં લોકોની લાઈફ ફાસ્ટ બની ગઈ છે. આવી ફાસ્ટ લાઈફ માં લોકો રૂપિયા કમાવવા માટે પોતાના શરીર પ્રત્યે સમય ફાળવી શકતા નથી. અત્યારે લોકો બહાર નું ખાવાનું પસન્દ વધારે કરે છે ફાસ્ટ ફૂડ ખાવા ને લીધે શરીર નું સંતુલન ખોરવાઈ જાય છે અનેક જાત ની બીમારીઓ શરીર માં ઘર કરી જાય છે.

આજે તમને એક ફળ વિશે જણાવીશુ તેના ફાયદા એટલા બધા છે કે તમે એનું સેવન કરશો તો તમને આ રોગો માંથી મુક્તિ મળશે અને આરોગ્ય સારું રહેશે. ફિંડલા જેને ગુજરાતના ઘણા સ્થળે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ડિંડલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફળનો રંગ પાક્યા પછી જાંબલી થઈ જાય છે અને તે નોપાલ કેક્ટસ (થોર) પર ઉગતું ફળ છે. જેનું વૈજ્ઞાનિક નામ ઓપ્યુનસા ફિકસ-ઈન્ડિકા છે. ફિંડલા એટલે કે પ્રિક્લિ પિઅરમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો, વિટામિન અને રેશા હોય છે.

આ ફળમાં રહેલા તત્વો સ્વાસ્થ્ય માટે એટલા ગુણકારી છે કે તેનો મેડિકલ અને આયુર્વેદિક દવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ફળમાં રહેલું લો કોલેસ્ટ્રોલ અને સેચ્યુરેટેડ ફેટ વધુ વજનવાળા, હિમોગ્લોબિનની કમી, પેટના રોગો અને હ્રદય રોગના દર્દીઓ માટે આશિર્વાદરુપ છે. લોહીની ઊણપ વાળાઓ માટે ફિડલાનું જ્યુસ ખુબ જ અસર કરે છે. આખી દુનિયામાં વજન વધવાના કારણે લોકો ચિંતિત થઈ રહ્યા છે, આજની લાઈફ સ્ટાઈલ એટલી બદલાઈ ગઈ છે કે અઢળક પ્રયાસ કરવા છતાં વજન વધતું રહે છે.

જો તમે વજન ઉતારવા માટેના પ્રયાસો કરી રહ્યા હોવ તો આ હેલ્ધી ફળ ઉપયોગી સાબિત થશે. ભૂખના હોય છતાં વારંવાર કંઈકને કંઈક ખાવની ઈચ્છા થતી હોય તો ફિંડલા વધારે ફાયદો કરાવશે. કારણ કે તેમાં રહેલા ફાઈબર તમારી ભૂખને ઓછી કરશે. જ્યારે આપણે ફિંડલાના પોષક મૂલ્ય વિશે વાત કરીએ છીએ તેમાં મેગ્નેશિયમ, એમિનો એસિડ્સ, એન્ટીઓક્સિડેન્ટ્સ, વિટામિન સી અને બી, બીટા કેરોટીન, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે.

આ ફળ કેન્સર ના સેલ્સ સામે લડે છે શરીર ના અંદર કેન્સર સેલ્સ સામે પૂરું પ્રોટેકશન આપે છે ફિંડલામાં રહેલું ફ્લેવોનોઈડ નામનું તત્વ બ્રેસ્ટ, પ્રોસ્ટેટ, પેટ, પેનક્રિયા, ઓવરિન, સર્વિકલ અને ફેફસાના કેન્સરના જોખમને ઘટાડે છે. ઉંદર પર કરાયેલા રિસર્ચમાં પણ આ વાત સામે આવી છે. આ સિવાય શરીરમાં રહેલા રહેલા ઝેરી તત્વો સામે પણ ફિંડલામાં રહેલા તત્વો લડવાનું કામ કરે છે.

લોહીમાં સુગરનું પ્રમાણ વધતું અટકાવવામાં અને સુગર લેવલને કંટ્રોલ રાખવાનું કામ પણ આ ફળ કરે છે, છતાં આ અંગે વધુ રિસર્ચ અને સંશોધનો કરવામાં આવી રહ્યા છે. લોહીમાં ગ્લુકોસનું પ્રમાણ વધવાથી ઘણી તકલીફો શરુ થઈ જાય છે ત્યારે ફિંડલા ફળમાં રહેલા તત્વો ટાઈપ-II ડાયાબિટિસને કંટ્રોલમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…