કોરોનાની બીજી લહેર હજુ શમી નથી ત્યાં તેના બાદ થતો મ્યુકરમાઈકોસિસનો રોગ ગંભીર બનીને વકરી રહ્યો છે. રાજકોટમાં મ્યુકરના કેસ વધી રહ્યા છે અને સારવાર માટે હવે સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ રાજકોટ આવતા બે જ દિવસમાં નવા દર્દી દાખલ થયા છે આ સાથે હાલ દર્દીની સંખ્યા 125 થતા ટ્રોમા સેન્ટરને મ્યુકર વોર્ડમાં ફેરવવામાં આવશે.
આ સાથે રાજકોટમાં રાજ્યનો સૌથી મોટો 250 બેડ ધરાવતો મ્યુકરમાઈકોસિસ વોર્ડ તૈયાર કરાયો છે. મ્યુકરમાઇકોસિસના દર્દીઓની મુશ્કેલી વધી છે. કારણ કે આ રોગની સારવાર માટે ઉપયોગી દવાની અછત સર્જાઈ છે. કોરોનાની સાઇડ ઇફેક્ટ સ્વરૂપે ફેલાયેલો મ્યુકરમાયકોસિસ નામનો ફુગનો રોગ હાલ આરોગ્ય વિભાગ માટે માથાનો દુઃખાવો બની ગયો છે.
કોરોના વચ્ચે આ ચેપી અને જીવલેણ રોગને કાબૂમાં લેવો પડકારજનક છે. અગત્યનું છે કે, મ્યુકરમાઇકોસિસ માટેની દવા એમફોટેરીસીનનો સતત 28 દિવસ કોર્સ કરવો પડે છે અને તેમાં એક દિવસમાં સાતથી આઠ વખત ઈંજેક્શનનનો ઉપયોગ કરવામાં આવે છે. આ દવા પાછળ એક દર્દીને 15 લાખ જેટલો ખર્ચ થતો હોય છે. આ રોગના જાણો લક્ષણો.
- મોંમા રસી આવવી
- મોંમાં છાલા પડી જવા
- આંખના નીચેના ભાગમાં સોજો આવી જવો
- ત્વચાનું સંવેદન ખતમ થઇ જવું
- આંખના નીચેના ભાગમાં દુખાવો થવો
- દાંત હલવા લાગવા
કારણ કે મ્યુકરમાઈકોસિસની સારવાર માટે ઉપયોગી એમફોટેરિસીનના ઇન્જેક્શનની પણ ભારે અછત થઇ છે. જેના કારણે આ ઇન્જેક્શનો લેવા માટે દર્દીઓનાં પરિવારોને મેડિકલ સ્ટોરનાં ધક્કાં ખાવા પડી રહ્યાં છે. પણ હાલ આ દવાની તંગી હોવાથી તેની સારવાર કરવી તબીબો માટે પડકારજનક સાબિત થઈ રહી છે. મ્યુકરમાઇકોસિસિની બીમારીની જો પહેલા સ્ટેજમાં ખબર પડી જાય અને ઇલાજ શરૂ થઇ જાય તો તેની સાજા થવાની શક્યતા વધી જાય છે પરંતુ વિલંબ થાય તો કેટલાક કેસમાં પરિસ્થિતિ ગંભીર બની જાય છે, દર્દીની સર્જરી કરવી અનિવાર્ય બની જાય છે અને કેટલાક કેસમાં જડબા કાઢી નાખવાની સ્થિતિ પણ ઉભી થાય છે.
મ્યુકરમાયકોસિસના 4 સ્ટેજ
– પહેલા સ્ટેજમાં ફંગસ નાકમાં થાય છે.
– બીજા સ્ટેજમાં તાળવામાં ફંગસ થાય છે
– ત્રીજા સ્ટેજમાં આંખ પ્રભાવિત થાય છે
– ચોથા સ્ટેજમાં બ્રેઇન સુધી ફંગસ પહોંચી જાય છે
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…