અપરણિત કપલે હોટલમાં રૂમ બુક કરાવતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે, નહિ તો

116
Published on: 9:32 am, Sun, 21 March 21

અત્યારે છોકરા-છોકરીઓ લગ્ન પહેલા હોટલ રૂમ રાખીને ત્યાં મજા માણવા જતા હોય છે પરંતુ શું તમે જાણો છો તમારો ડેટા ઈ લોકો બીજાને પણ આપી શકે છે, તેથી હોટલમાં રૂમ બુક કરાવતાં સમયે આ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. તમે ઘણી વખત સમાચારોમાં સાંભળ્યું હશે કે અનેમેરિડ કપલને હોટલ  રૂમમાં એક સાથે રહેતા હોવાથી પોલીસે તેમની અટકાયત કરી અથવા તો અપરણિત કપલને હોટલે રૂમ આપવાની ના પાડી.

પરંતુ આપણા દેશમાં એવો કોઈ કાયદો નથી કે એડલ્ટ એટલે કે વયસ્ક યુવક-યુવતીને કોઈ હોટલના રૂમમાં રહેવાથી રોકી શકે. જો તમારો પાર્ટનર તમારી સાથે એકાંત સમય પસાર કરવા માંગે છે અને તમે કોઈ પાર્કને બદલે હોટલ રૂમ બુક કરવા માંગો છો તો આ વાતનું ધ્યાન રાખો. દેશભરમાં અનેક હોટલ્સ અને ઓનલાઈન પોર્ટલ્સ છે.

જે અપરણિત કપલ્સને રૂમ બુક કરવાની સુવિધા આપે છે. સૌથી સરળ અને સુરક્ષિત રસ્તો આ પણ છે કે સીધા હોટલ પહોંચવાને બદલે તમે રૂમનું ઓનલાઈન બુકિંગ કરો. ઘણી બધી યૂઝર ફ્રેન્ડલી હોટલ્સ અને અને વેબસાઈટ્સ છે જેઓ અલગ અલગ પ્રશ્નો પુછ્યા વગર જ હોટલનો રૂમ બુક કરવાની સુવિધા આપે છે. આપણા દેશમાં 18 વર્ષના વ્યક્તિને એડલ્ટ માનવામાં આવે છે.

જ્યારે લગ્ન માટેની ઉંમર છોકરી માટે 18 અને છોકરા માટે 21 વર્ષ છે. એવામાં કોઈ પણ વયસ્ક વ્યક્તિ પોતાની મરજીથી પાર્ટનરની પસંદગી કરી શકે છે. જો તમે વયસ્ક છો અને પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માંગો છો તો તમને હોટલનો રૂમ બુક કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. જેના માટે તમારી પાસે આઈડી પ્રુફ હોવું જરૂરી છે. સૌથી પહેલા હોટલની પૉલિસી ધ્યાનથી વાંચો.

દેશભરમાં આજે પણ અનેક હોટલ્સ છે જે કોઈ કારણોને લઈને અપરણિત લોકોને હોટલમાં રૂમ આપતા નથી. માટે હોટલ પોલિસી વાંચવી ખુબ જરૂરી છે. યુવક-યુવતી કોઈ પણ હોટલમાં રૂમ બુક કરાવી શકે છે. તેમણે પોતાનું આઈડી પ્રુફ જમા કરાવું પડશે. આઈડી પ્રુફ આપ્યા બાદ કોઈ હોટલ સંચાલક રૂમ બુક કરવાથી ના પાડી શકતો નથી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…