આ એક ભૂલના કારણે તમારા ઘર અથવા ઓફીસમાં આવે છે વધારે લાઈટબીલ- આજે જ બદલો તમારી આ આદત

455
Published on: 3:37 pm, Thu, 9 September 21

વિજળીનાં બિલથી બધા ખુબ જ પરેશાન રહે છે. શું તમે જાણો છો કે લાઈટબિલ વધારે આવવામાં તમારી કેટલીક ભૂલો પણ જવાબદાર હોય છે. અનેકવાર નાની વાતો પર ધ્યાન ન આપવાના કારણે તમારું બિલ વધી જાય છે. તો જાણો આ ભૂલો અને બદલી લો તમારી આદત. જો તમે ક્યાંક બહાર જઈ રહ્યા છો તો પહેલા ઘરના લાઈટ, પંખા, ગીઝર, મિક્સર, ચિમની, ઈલેક્ટ્રિક ગેસ, ઈન્ડક્શન, કૂકર, એસી જેવી ચીજોની સ્વીચ બંધ છે કે નહીં તે ચેક કરો.

જો આ વસ્તુઓ ચાલુ રહી જશે તો પણ તમારું બિલ વધી શકે છે. ક્યારેક એવું બને કે લાઈટ જતી રહી હોય તો આ સ્વિચ ચાલુ રહી જાય. અનેક લોકો વર્ક ફ્રોમ હોમમાં કામ કરી રહ્યા છે. આ સમયે જ્યારે બ્રેક લો ત્યારે તમારા કમ્પ્યુટર કે લેપટોપને સ્લીપ મોડ પર ન રાખો.

તેને મોનીટરથી ઓફ કરો. અથવા શટ ડાઉન કરો. કામ પૂરું થયું હોય તો પાવરને સ્વીચ ઓફ કરી લો. અનેકવાર ઉતાવળના કારણે આપણે ભીના કપડાંને પ્રેસ કરી લઈએ છીએ. તમે કામને સરળ બનાવવા માટે સૂકા કપડાને ભીના કરીને પ્રેસ કરો છો. તેનાથી લાઈટ વધારે વપરાય છે.

કપડા પર પાણીના છીંટા નાંખીને પછી તેને પ્રેસ કરો. લાઈટની પણ બચત થશે. નોર્મલ બલ્બના બદલે એલઈડી બલ્બમાં લાઈટ ઓછી વપરાય છે અને પ્રકાશ પણ વધારે મળે છે. આ માટે નોર્મલ બલ્બને બદલે એલઈડી બલ્બનો ઉપયોગ કરો. અનેક વાર ફ્રિઝમાં વધારે બરફ જામી જાય છે.

અને પછી તેનો કુલિંગ પાવર ઘટે છે. આ સમયે ચીજો યોગ્ય રીતે ઠંડી થઈ શકતી નથી. જેના કારણે વીજળીનો ઉપયોગ વધારે થાય છે. સમયાંતરે ફ્રિઝને ડિફ્રોસ્ટ કરતા રહો અને સાથે ખાવાનું ઠંડું થાય તો ફ્રિઝમાં રાખો. અનેકવાર એવું બને છે કે ટીવી જોતા જોતા લોકો રાતે સૂઈ જાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…