આ એક રીતથી જાણી શકાય કે, સામે વાળો વ્યક્તિ તમારા વિશે શું વિચારી રહ્યો છે

242
Published on: 5:59 pm, Wed, 27 October 21

વર્ષો પૂરાણી વાત છે એક રાજા અને તેનો વઝીર વેશ બદલીને પર્યટન પર જઇ રહ્યા હતાં. અચાનક રાજાને મનમાં વિચાર આવ્યો કે લોકો મારા વિશે શું વિચારે છે? બધા લોકો જાણવા માંનાગતા જ હોય છે લોકો એના વિશે શું વિચારે છે. તો આજે અમે તમને જણાવીશું કે,

કેવી રીતે જાણી શકાય કે લોકો તમારા વિશે શું વિચારે છે. વઝીરની સલાહ લીધી તો વઝીરે પણ સહમતિ બતાવી અને કહ્યું, ”રાજન, લોકો પણ તમારા વિશે એજ વિચારે છે જે તમે લોકોના વિશે વિચારો છો. આમછતાં પુષ્ટિ કરવા માટે લોકોને પુછી લઇએ”. ત્યારબાદ રાજાએ વેશ બદલો કર્યો. લોકો ઓળખી ના શક્યા. એવામાં સામેથી એક લાકડા કાપનાર વ્યક્તિ નજર આવ્યો.

વઝીરે પહેલાં રાજાના લાકડા કાપનાર વ્યક્તિ વિશેના વિચાર જાણવા ઈચ્છ્યુ. રાજા બોલ્યા, ”લાકડા કાપનારો મોટો ધૂતારો છે. તેણે જંગલ કાપીને ખાલી કરી દીધું છે. તેમ છતાં ગરીબ થવાનો ઢોગ કરે છે. મારું મન કરે છે કે તેના માથાની લાઠીઓને અગ્નિ બનાવી દઉ” એવામાં લાકડા કાપનારો વ્યક્તિ નજીક આવી ગયો,

તો વઝીરે પુછ્યું, ”એ ભાઇ! તમે અહીંના રાજા વિશે શું વિચારો છો? લાકડા કાપનારા બોલ્યાં,” અહીંના રાજાના રાજમાં અમને ગરીબીથી ક્યારેય છુટકારો નહિં મળી શકે. ક્યારેક મોંઘવારી વધારે છે, તો ક્યારેક તેના માણસો અમારી પાસેથી લાઠીઓ છીનવી લે છે. એવા ક્રુર રાજાથી તો મોત જ છુટકારો આપી શકે છે.”

ત્યારે સામેથી એક વૃદ્વ મહિલા નજર આવી રહેલી દેખાઇ તો વઝીરે રાજાને વિચાર પુછ્યા. રાજા બોલ્યા, “આ મહિલા વૃદ્વ છે. ખબર નહી કેવી રીતે ભરણપોષણ કરી રહી હશે? વિચારું છું કે તેના પેન્શનની વ્યવસ્થા કરી દઉ.”  એવામાં વૃદ્વ મહિલા નજીક આવી તો વઝીરે તેને પણ રાજાના વિશે પૂછ્યું. વૃદ્વ મહિલા બોલી, ”અમારા રાજા ખુબ જ દયાળુ છે અને અત્યંત સારા છે.

મારી ઉમર પણ રાજાને લાગી જાય!” એવામાં સામેથી વાણિયો આવતો નજર આવ્યો. તેના વિશે પણ રાજાએ વિચાર્યું હતું, ”આ વ્યાજખોર વાણિયો વ્યાજ પર વ્યાજ ખાય છે. તેણે મારી બધીજ પ્રજાને ગરીબ બનાવી દીધી છે. મારું હૃદય ઇચ્છે છે કે તેના બધાજ પૈસા લઇને પ્રજાને આપી દઉ.” જો તમે લોકોના વિશે વિચારો છો, લોકો પણ તમારા વિશે એજ અને આવું જ વિચારે છે. એટલે કે તમારા વિચાર જ ફરીવાર તમારી પાસે આવી જાય છે. તેમજ બીજાના વિશે પણ સારું જ વિચારો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…