વધુ ચા પીનારા લોકોને થાય છે આ હાનિકારક બિમારી, ‘ચા’ ના દીવાના આજે જ વાંચે આ લેખ નહીંતર

216
Published on: 10:16 am, Thu, 11 March 21

ભારત દેશમાં ચા દીવાના આપણે ઘણા જોવા મળશે , એમાં પણ કાઠીયાવાડી તો બધા ‘ચા’ ના રસ્યાઓ હોય છે પરંતુ આજે આપણે ચા વધારે પડતી પીવાથી થતી સમસ્યાઓ ચીશે જાણીશું. મસાલાવાળી ચા થી દિવસભરનો થાક તો દુર થાય છે અને ભૂખ પણ ઓછી લાગે છે.ચા ખૂબ આરામ આપે છે,વરસાદી વાતાવરણમાં પકોડા સાથે પણ ચાની મજા ઉઠાવાય છે.

ચા ઘણી બધી વસ્તુઓમાં ફાયદો આપે છે અને જ્યારે આખો દિવસ થાકીને ઘરે આવે છે, તો તેને ચાના સૌથી વધુ જરૂર પડે છે અને ખરેખર જ્યારે કોઈ વ્યક્તિને થોડો તાણાવ અથવા દુખાવાનો અનુભવ થાય છે,તો ચા એક દવાની જેમ કામ કરે છે.અને વધુ ચા પીનારા લોકો માટે આ હાનિકારક બિમારીઓ થઇ શકે છે,જો તમારે પણ આ બિમારીઓથી બચવુ છે તો તમારે આ સમાચાર જરુર વાંચવા જોઈએ.

ઘણા લોકોને આદું અને તુલસી વાળી ચા ખૂબ ગમે છે પણ આ ચાના પણ ઘણા નુકસાન છે. કેટલાક લોકો માટે આ ચા એટલી જોખમી છે જેનાથી તેમના શરીર પર ખરાબ અસર પડે છે. જો તમે અનિયંત્રિત રીતે ચા પીતા હો,તો તે તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. આજે આપણે તમને વધારે ચા પીવા માટે જોખમી બિમારીઓ વિશે જણાવીશું.

કોન્સ્ટિપેશન
ચામાં થિયોફિલિન વાળુ કેમિકલ મળી આવે છે જે પેટમાં જાય છે અને એસીડિટી પેદા કરે છે. જેના કારણે તે આપણા પાચનતંત્રને ખરાબ અસર થાય છે અને તેના કારણે કબજિયાત ની તકલીફ પણ થઈ શકે છે. એવું ઘણા લોકોનું માનવું છે કે વહેલી સવારે ચા પીવાથી પેટ સારી રીતે સાફ થાય છે જ્યારે વધારે પ્રમાણમાં ચા પીવાથી કબજિયાત ની તકલીફ વધે છે.

હદય સાથે જોડાયેલી બિમારીઓ
ચામાં કેફીન વધુ પ્રમાણમાં જોવા મળે છે અને તે કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ માટે બરાબર નથી. જે લોકોને હૃદયની બિમારી હોય છે,તેમને ચા પીવાની જરૂર નથી નહીંતર તેમને હૃદયની બિમારીઓ ફરીથી થઈ શકે છે.ચાનુ અોછુ સેવન સારું છે, પણ વધારે પીવાથી તમે રોગથી ઘેરાય શકો છો.

મિસકૈરેજ થવાનુ જોખમ
ગર્ભવતી સ્ત્રીઓને ચા બિલકુલ ન પીવી જોઈએ, કારણ કે તેમાં કેફીનની માત્રા વધારે હોય છે અને તેના કારણે બાળકના વિકાસમાં ઘટાડો થાય છે અથવા કોઈ નુકસાન પહોંચે છે.આવા કિસ્સાઓમાં ક્યારેક ક્યારેક ગર્ભપાતનું જોખમ પણ વધે છે.

પ્રોસ્ટેટ કેન્સર
એક સંશોધનમાં પણ જાણવા મળ્યું છે કે જે પુરુષો વધુ પ્રમાણમાં ચાનુ સેવન કરે તો,તેમને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ સૌથી વધારે થાય છે. ઘણા લોકો દરેક કલાકે ચા પીતા હોય છે અને તેનાથી વધુ ખરાબ અસર થાય છે તેમના શરીરની કેટલાક ખાસ ભાગો પર પડે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…