આ દેવીએ અર્જુનને બનાવી દીધો હતો કિન્નર, એવી તો શું ભૂલ હતી કે મળ્યો હતો શ્રાપ જાણો અહીંયા

220
Published on: 7:19 am, Thu, 1 April 21

મિત્રો, તમને બધાને ખબર જ છે કે પાંડવો જયારે વનવાસ ગયાં ત્યારે અર્જૂનને એક વર્ષ માટે કિન્નર બનવું પડ્યું હતું. તો આજે તે કથા વિશે જાણીશું કે શા માટે અર્જૂનને એક વર્ષ માટે બનવું પડ્યું હતું કિન્નર? કૌરવોથી કુરૂક્ષેત્રમાં હાર્ય બાદ પાંડવોને 12 વર્ષ સુધી વનવાસ અને 1 વર્ષ સુધી અજ્ઞાતવાસમાં રહેવું પડ્યું હતું.

અજ્ઞાતવાસ દરમિયાન તમામ પાંડવોએ પોતાનું નામ અને ઓળખ છુપાવી રાખી હતી. આ દરમિયાન અર્જુન રાજા વિરાટના મહેલમાં બૃહન્નલા એટલે કિન્નર રૂપમાં રહ્યો. અર્જુન કિન્નર કેવી રીતે બન્યા, તેમની સાથે જોડાયેલી કથાનું આ લેખમાં વર્ણન છે. જ્યારે પાંડવ વનવાસમાં હતાં, ત્યારે એક દિવસ શ્રીકૃષ્ણ તેમને મળવા પહોચ્યાં. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું કે યુદ્ધના સમય તને દિવ્યાસ્ત્રોની આવશ્યકતા પડશે, એટલા માટે હે પાર્થ! તમે દેવતાઓને પ્રસન્ન કરો.

ભગવાન શ્રીકૃષ્ણની વાત સાંભળી અર્જુન તપસ્યા કરવા નીકળી પડ્યાં. ભગવાન શંકરે એક ભીલનું સ્વરૂપ ધારણ કરીને અર્જુનની પરીક્ષા લીધી અને પ્રસન્ન થઈ તેમને ઘણાં દિવ્યાસ્ત્ર પ્રદાન કર્યાં. દેવરાજ ચંદ્રએ અર્જુનથી પ્રકટ થઈ તેમને સ્વર્ગમાં આમંત્રિત કર્યાં. સ્વર્ગમાં પણ દેવાતાઓએ અર્જુને ઘણાં દિવ્યાસ્ત્ર આપ્યાં. ત્યારે ઈન્દ્રદેવે અર્જુનને સંગીત અને નૃત્ય શીખવવા માટે ચિત્રસેન પાસે મોકલ્યા.

ચિત્રસેનએ ઈન્દ્રદેવના આદેશનું પાલન કરી અર્જુનને સંગીત અને નૃત્યુની કલામાં નિપુણ કરી દીધાં. જ્યારે અર્જુન સંગીત અને નૃત્યનું જ્ઞાન લઈ રહ્યા હતા, ત્યારે ઉર્વશી નામની અપ્સરા તેમના પર મોહિત થઈ ગયા. ઉર્વશીએ અર્જુનના સામે પ્રણય નિવેદન કર્યું, પરંતુ પુરૂ વંશના જનની હોવાના કારણ અર્જુનએ તેમને માતા સમાન કહ્યાં.

આ સાંભળી ઉર્વશી ક્રોધિત થઈ ગયાં અને તેમણે અર્જુનને એક વર્ષ સુધી કિન્નર બનવાનો શ્રાપ આપી દીધો હતો. જ્યારે આ વાત અર્જુનએ દેવરાજ ઈન્દ્રને જણાવી તો તેમણે કહ્યું કે આ શ્રાપ અજ્ઞાતવાસ દરમિયાન વરદાનનું કામ કરશે. આમ અર્જૂનને અપ્સરા ઉર્વશીએ ક્રોધિત બનીને શ્રાપ આપ્યો હતો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…