આ ખેડૂત લાલ ભીંડાની ખેતી કરીને કરે છે અધધ રૂપિયાની કમાણી- વાંચો આ લેખ એક ક્લિક પર

1249
Published on: 5:26 pm, Tue, 7 September 21

મિત્રો, તમે બધાએ લીલો ભીંડો ખાધો જ હશે. પરંતુ આજે આ લેખમાં અમે તમને લાલ ભીંડા વિશે જણાવીશું. લાલ ભીંડા દેખાવમાં ભલે અજીબ લાગે પરંતુ ખાવામાં સ્વાદિષ્ટ અને પોષ્ટિક હોય છે. ભોપાલના ખજુરીકલા ગામમાં ખેડૂત મિશ્રીલાલ રાજપૂતે ઉગાડેલા લાલ ભીંડાએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે.

લાલ ભીંડાની ખેતી જોવા સમગ્ર દેશના લોકો તેમના ખેતરે આવી રહ્યાં છે. લાલ ભીંડાનો પાક ઉગાડીને મિશ્રીલાલ માલામાલ બન્યા છે. મિશ્રીલાલને એક કિલો લાલ ભીંડાનો ભાવ 800 રુપિયા મળ્યાં છે. ખેડૂત મિશ્રીલાલ ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ વેજિટેબલ રિસર્ચ સેન્ટર ગયા હતા.

ત્યાં તેમને લાલ ભીંડાની ખેતી વિશે જાણવા મળ્યું અને ત્યાર બાદ તેઓ વારાણસીમાંથી 2400 રુપિયાના ભાવે એક મણ લાલ ભીંડાનું બિયારણ લઈને ઘેર આવ્યાં અને ખેતરમાં વાવી દીધું. અને દોઢ મહિનાના સમયગાળામાં આ પાક ઉગીને તૈયાર થઈ ગયો હતો. ખેડૂત મિસરી લાલ જણાવે છે કે સામાન્ય ભીંડા કરતાં લાલ ભીંડાની ખેતીમાં તેમને વધુ ફાયદો થઈ રહ્યો છે.

બજારમાં સામાન્ય ભીંડા માં મહત્તમ 50 રૂપિયા પ્રતિ કિલોમાં વેચાય છે. પરંતુ લાલ ભીંડાથી ફાયદો એ છે કે તેના ભાવ ક્યારેક કિલોદીઠ 800 રૂપિયા સુધી પહોંચે છે. તે ઉમેરે છે કે તેના પાકની કિંમત ઘણા સમય પહેલા બહાર આવી ગઈ છે અને હવે તે આ લાલ પાકમાંથી ચોખ્ખો નફો કરી રહ્યો છે.

લાલ ભીંડા માં એન્ટી ઓક્સિડેન્ટ અને આયર્ન સમૃદ્ધ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનો સ્વાદ પણ સામાન્ય ભીંડાથી અલગ છે. આજકાલ આરોગ્યની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને લોકો હાથથી લાલ ભીંડા લઈ રહ્યા છે. સાથે જ લાલ ભીંડાને પણ પાકવા માટે ઓછો સમય લાગે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…