વડતાલના આ ત્રણ કુકર્મી સાધુઓએ ભગવો લજવ્યો: એક બાળક સાથે 3 મહિના સુધી ‘સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું’

595
Published on: 5:57 am, Thu, 1 July 21

વડતાલ મંદિરમાં થોડાક સમયમાં સાધુઓના કંઈક તો કાંડ બહાર આવે છે, ગયા વર્ષે ઘનશ્યામ સ્વામીનું તો આજે આ સમાચારમાં કોઠારી સ્વામી, ચેરમેન દેવ સ્વામી ગુરુ નીલકંઠચરણ સ્વામી, સુવ્રત સ્વામી ગુરુભક્તિ સંભવ સ્વામી વિશે છે. સુરત ખાતે રહેતા એક સગીર વયના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના કેસની ફરિયાદ રદ કરવા અંગેની સ્વામિનારાયણ મંદિર વડતાલના ત્રણ સંતોની ક્વોશિંગ પિટિશન વડી અદાલતે કાઢી નાંખતા હવે કેસ આગળ વધવાની શક્યતા છે.

આ સાથે જ બે દિવસ પૂર્વે તા. 28મીના રોજ આ સંતોને કોર્ટે ધરપકડ નહીં કરવા મુદ્દે આપેલી વચગાળાની રાહત પણ આપો આપ સમાપ્ત થઈ ગઈ છે. સુરતના એક વાલીએ તેમના સગીર પુત્રને ધો. 10 બાદ વડતાલ સ્વામિનારાયણ મંદિર સંચાલિત લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ અર્થે મૂક્યો હતો.

જે દરમિયાન તેને પાર્ષદ બનાવી નીલકંઠચરણ સ્વામીએ તેને પોતાના રૂમમાં રાખ્યો હતો. જ્યાં ગુરુની આજ્ઞાનું પાલન કરવાના નામે પગ દબાવાથી સેવાનો આરંભ કરી તેની સાથે વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયું હતું. તેમજ બાળકને ઋષિકેશ સ્વામિનારાયણ મંદિર ખાતે લઈ જઈને પણ ત્રણ મહિના દરમિયાન વારંવાર કૃત્ય કરાતા બાળક પોતાના પાર્ષદના કપડામાં ભાગી ગયો હતો.

બનાવ અંગે બાળકના પિતાએ સૌ પ્રથમ તા. 6-9-2019ના રોજ અરજી થકી નડિયાદના ચકલાસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આ ત્રણેય સંતો સુવ્રત સ્વામી ગુરુભક્તિ સંભવ સ્વામી, ચેરમેન દેવ સ્વામી ગુરુ નીલકંઠચરણ સ્વામી અને કોઠારી સંત વલ્લભ સ્વામી સામે ફરિયાદ થતાં તેમણે ક્વોશિંગ પિટિશન કરી હતી. જે કોર્ટે કાઢી નાંખી હતી. જેને ચાઈલ્ડ વેલફેર કમિટીમાંથી ફોન કરી સુરત લવાયો હતો.

ફરિયાદમાં અન્ય આક્ષેપો
સાંખ્ય યોગી બહેનોને પણ ફસાવવાના આક્ષેપો. સંતો બહેનો સાથે મોડી રાત સુધી વાતો કરી તેડાવતા સંત આવાસમાંથી પોર્નોગ્રાફીવાળી સી.ડી. મળી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…