ભૂલથી પણ ગણપતિ બાપાને ન કરવી જોઈએ આ વસ્તુઓ અર્પણ, નહીંતર તમારા પર થઈ જશે ક્રોધિત

231
Published on: 6:43 pm, Fri, 10 September 21

જ્યારે અમાસ બાદ આવતી શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. આપણે ગણેશ ચતુર્થીના દિવસે ભૂલીથી પણ કેટલીક વસ્તુઓ બાપ્પાને અર્પણ ન કરવી જોઇએ. તેવું કરવાથી વિનાયક નારાજ થાય છે. ગણેશ ચતુર્થી પછી આંનદ ચૌદસ સુધી બધાં ગણપતિ બાપાની ઘરે મૂર્તિ લાવીને પૂજા કરે છે.

પીળા રંગનું ચંદન કરી શકો છો અર્પણ: ભગવાન ગણેશને પીળો રંગ પ્રિય છે માટે તેમને પ્રસન્ન કરવા માટે સફેદ ચંદનની જગ્યાએ પીળા રંગના ચંદનનો ઉપયોગ કરવો જોઇએ. ભગવાન ગણપતિને આ ચંદનથી તિલક કર્યા બાદ પરિવારના અન્ય સદસ્યો પણ આ જ ચંદનથી તિલક કરે તેવો આગ્રહ રાખવો જોઇએ.

સફેદ જનોઇ અને વસ્ત્રો ન કરજો અર્પણ: વિઘ્નહર્તાને ક્યારેય પણ સફેદ વસ્ત્ર કે સફેદ જનોઇ અર્પિત ન કરવી જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. તેના બદલે જનોઇને હળદરમાં પીળી કરીને ગણેશજીને ચડાવવું જોઇએ. પીળો રંગ બાપ્પાને અતિ પ્રિય હોય છે. તેને અર્પણ કરવાથી તે પ્રસન્ન થશે.

તૂટેલા કે સૂકાં ચોખ્ખા ન ચડાવવા: ભગવાન ગણેશનો એક દાંત તૂટેલો છે. તેથી ભીના ચોખ્ખાને તેઓ સરળતાથી ગ્રહણ કરી શકે છે. તેથી જ્યારે પણ ગણેશજીને ચોખ્ખા અર્પિત કરો ત્યારે ધ્યાન રાખજો કે તે ચોખ્ખાં તૂટેલા કે સૂકાં ન હોય પણ ભીના હોય! ભગવાન ગણેશને સફેદ રંગ અને સૂકાં ફૂલો અર્પિત કરવું અશુભ માનવામાં આવે છે. તેવું કરવાથી પરિવારમાં દરિદ્રતા આવે છે. ગણેશજીને કેતકીના ફૂલ પણ અર્પણ ન કરવા જોઇએ. આ ફૂલનો સંબંધ ચંદ્ર સાથે માનવામાં આવે છે.

ગણેશજીને તુલસી ન કરો અર્પિત: ભગવાન ગણેશની પૂજા કરતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે ભૂલથી પણ તેમને તુલસીના પાન અર્પિત ન કરવા. તુલસીને માતા લક્ષ્મીનો પર્યાય માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુને અતિપ્રિય છે. તેથી ગણેશજીને તુલસીની જગ્યાએ મોદક અર્પિત કરવા જોઇએ જેથી તે પ્રસન્ન થાય.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…