પ્રેશર કૂકરમાં ક્યારેય ન બનાવવી જોઈએ આ વસ્તુઓ, નહીંતર તમે બની શકો છો ‘ગંભીર બીમારીનો ભોગ’

620
Published on: 2:04 pm, Thu, 2 September 21

બધાના ઘરે બધી રસોઈ પ્રેશર કુકરમાં જ બનતી હોય છે, પરંતુ આજે આપણે એક એવી હકીકત જાણીશું તે બિલકુલ સત્ય છે. પ્રેશર કુકરમાં ખાવાનું ઝડપથી બને છે અને બળતણની બચત પણ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે કેટલીક વસ્તુઓ એવી છે જે પ્રેશર કૂકરમાં રાંધવી ન જોઈએ. આજે અમે તમને જણાવીશું કઈ કઈ વસ્તુઓ છે જે પ્રેશર કૂકરમાં ન બનાવવી જોઈએ.

પરંતુ તે પહેલા આપણે જાણી લઈએ કે પ્રેશર કૂકરમાં અથવા કઢાઈમાં ખોરાક રાંધવો યોગ્ય છે કે નહીં. પહેલાના જમાનામાં પ્રેશર કૂકર ન હતું, ત્યારે ખોરાક એક કડાઈમાં રસોઈ કરતાં હતાં. જો આપણે પહેલાની રીતને સાચી માનીએ તો પ્રેશર કૂકરનું મહત્વ ઓછું થઈ જાય છે. જો આપણે પ્રેશર કૂકરમાં રસોઈને યોગ્ય માનીએ, તો કઢાઈનું મહત્વ ઘટી જાય છે.

પહેલા પ્રેશર કુકરમાં રસોઈ બનાવવાની કેટલીક બાબતો જાણીએ. છેલ્લા કેટલાક સમયથી મેજિક પ્રેશર કૂકર વિવાદમાં ફસાયું છે. કેટલાક લોકોએ તેમાં રાંધેલા આહારને ઓછા પૌષ્ટિક ગણાવ્યા છે. હવે તેનાથી વિપરીત, કેટલાક લોકો માને છે કે પ્રેશર કૂકર બંધ હોવાને કારણે, તેમાંથી પોષક તત્વોન ઉડી જવાનો કોઈ પ્રશ્ન નથી. આ દાવો ઘણી વખત સામે આવ્યો છે કે કૂકરમાં પ્રેશરના કારણે ખોરાક રંધાય છે, જેના કારણે ખોરાકમાં ઓછો પોષક બને છે.

ભાત
જ્યારે ચોખાને પ્રેશર કૂકરમાં રાંધવામાં આવે છે, ત્યારે તે એક્રીલામાઇડ નામનું હાનિકારક કેમિકલ બને છે, જે ઘણા રોગોનું કારણ બની શકે છે. જ્યારે આપણે પ્રેશર કૂકરમાં ભાત રાંધીએ છીએ, ત્યારે આપણે તેમાંથી પાણી કાઢતા નથી, જેનાથી તમને મોટાપાની સમસ્યા થઇ શકે છે. ચોખાનું પાણી વજન વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે અને જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો પ્રેશર કૂકરમાં બનાવેલ ભાત ખાવાનું છોડી દો. તેને તપેલીમાં રાંધો.

પાસ્તા
જેમ આપણે જાણીએ છીએ કે પાસ્તા સ્ટાર્ચથી ભરપૂર છે, તેથી તેને પ્રેશર કૂકરમાં રાંધવું જોઈએ નહીં, તેના બદલે તે હંમેશા કડાઈ અથવા પેનમાં બાફેલા અને રાંધવા જોઈએ. પ્રેશર કૂકરમાં પાસ્તા ઉકાળવાથી ન્યુરોલોજીકલ ડિસઓર્ડર અને કેન્સર જેવા રોગો થવાનું જોખમ છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…