૯૯ % લોકો નહિ જાણતા હોય આ વાત- શરીરને જરૂરી છે આટલા કલાકની ઊંઘ નહીં તો થઇ શકે છે ગંભીર રોગો

224
Published on: 3:07 pm, Wed, 29 September 21

શરીરને આરામ આપવા માટે આપડે સરખી ઊંઘ લેવી મહત્વની છે. જો તમારે તમારા શરીરને તમામ રોગોથી દૂર રાખવું હોય તો, આટલા કલાકની ઊંઘ લેવી જરૂરી છે.

જે લોકો પૂરતી ઊંઘ નથી લેતા તે લોકોને આ ગંભીર રોગો થતા હોય છે. જે લોકો પૂરતી ઊંઘ લઇ લે છે, તેઓનું હૃદય નિરોગી હોય છે. તેઓને તણાવ, સ્ટ્રેસ, બીપી અને મગજની અન્ય કોઈ ચિંતાઓ ક્યારેય રહેતી નથી.

એટલું જ નહીં, સરખી ઊંઘ લેવાથી વ્યક્તિની યાદશક્તિમાં પણ વધારો થાય છે. સાથે સાથે કામ કરવાની શક્તિમાં પણ વધારો થતો જોવા મળે છે. એટલું જ નહીં, ઈમ્યુનીટીમાં પણ વધારો થતો જોવા મળે છે.

જો તમે પૂરતી ઊંઘ નથી લેતા તો, અથવા જે લોકો મોડે સુધી મોબાઈલમાં રહેતા હોય છે, તો તેના કારણે માનસિક સંતુલન ખોરવાય છે. તેના લીધે ડાયાબિટીસ, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, હાઇબીપી, અપચો અને પાચનશક્તિમાં ઘડાતો થાય છે અને હોજરી નબળી પડી જાય છે. ત્યારબાદ વજન પણ વધવા લાગે છે. તે દરમિયાન રોગપ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો થાય છે.

આવી સમસ્યા તે લોકોને થાય છે જે લોકો પુરતી ઊંઘ નથી લઇ રહ્યા. એટલે જ નિષ્ણાંતો જણાવે છે કે, શરીરને ટકાવી અને નિરોગી રાખવા માટે પૂરતી ઊંઘ જરૂરી છે. તમારે નિરોગી રહેવા માટે શરીરને 7 થી 8 કલાકની ઊંઘ આપવી જરૂર બની રહે છે. જો તમારી ઊંઘ પૂરતી હશે તો તમારું શરીર નીરોગી અને સ્વસ્થ રહેશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…