ભૂલથી પણ ઘરના મુખ્ય દરવાજા પર ન મુકવી જોઈએ આ વસ્તુઓ, નહીંતર માં લક્ષ્મી કયારેય નહીં ચડે તમારા ઘરનું ઉંબર

392
Published on: 7:26 am, Fri, 18 June 21

કોઈપણ જગ્યાના વાતાવરણને સારું, સકારાત્મક અને શુભ બનાવવા માટે વાસ્તુમાં ઘણા નિયમો આપવામાં આવ્યા છે. તેમાં ઘરના ઉંબરા અથવા મુખ્ય દ્વાર વિશે જણાવેલ નિયમો પણ સામેલ છે. આજે તમને જણાવીએ છીએ કે ઘરના મુખ્ય દરવાજા અને ઉંબરાને લઇ કઈ મહત્ત્વની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ,

ઘરના મુખ્ય દરવાજા અને ઉંબરા પર ના મૂકો આ વસ્તુઓ
કચરો ક્યારેય ઘરના મુખ્ય દરવાજા પર ન રાખવો જોઈએ. આવું કરવું એ આર્થિક સંકટને જ આમંત્રણ આપવા જેવું છે. ઘરની સામે બગીચામાં કે બાલ્કનીમાં ક્યારેય કાંટાવાળા છોડ ન રાખશો. તેનાથી ઘરમાં વિખવાદ થાય છે અને સભ્યોના સ્વાસ્થ્યને પણ અસર થાય છે.

કયારેય ઘરની અંદર અને બહાર ક્યારેય ગંદા પાણીને વહેવા ના દો. તેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને પરિવારના સભ્યોની તબિયત ખરાબ થાય છે. ઘરના દરવાજા અને ઉંબરા પર ક્યારેય સજાવટ અથવા અન્ય કોઈ વસ્તુઓ ના મૂકશો, જેનાથી લોકોને અવરજવરમાં અવરોધરૂપ બનતી હોય. જો કોઈ વસ્તુથી રસ્તો અવરોધાયા છે તો તેનાથી ઘરના સભ્યોના કામમાં બિનજરૂરી અડચણો આવી જાય છે.

ઘરની સામે ક્યારેય ઘટાદાર ઝાડ ન લગાવવું જોઈએ. વાસ્તુ અનુસાર આમ કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અટકે છે. વળી, ઘરમાં હવા અને સૂર્યપ્રકાશ ન હોવાને કારણે ઘણા રોગો થાય છે. એવા છોડ કે જેના પાંદડા કે ડાળીઓમાં વચ્ચેથી ખેંચવામાં આવે તો દૂધ નીકળે તેને ઘરમાં ક્યારેય વાવવા જોઇએ નહીં. આ વાસ્તુદોષનું કારણ બને છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…